ઝેવિયર્સ લોયલા પ્રાઇમરી કપમાં એકલવ્ય સ્કૂલ વિજેતા
અમદાવાદમાં સેન્ટઝેવિયર્સ લોયલા હાઇ સ્કૂલ ખાતે યોજાયેલી ઝેવિયર્સ લોયલા પ્રાઇમરી ફૂટબોલ ટુર્નામેન્ટ અન્ડર 14માં એકલવ્ય સ્કૂલનો વિજય થયો છે. એકલવ્ય સ્કૂલે ફાઇનલમાં આનંદ નિકેતન, શીલજને 2-1થી હરાવી વિજય મેળવ્યો હતો. એકલવ્ય સ્કૂલના અર્ણવ અગ્રવાલે 15 મિનીટ અને યશરાજસિંહ ઝાલાએ 20મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે આનંદ નિકેતનના પરમ પ્રજાપતિએ 5મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. પરમ બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ બન્યો હતો. જ્યારે મેન ઓફ મેચ એકલવ્ય સ્કૂલનો યશરાજસિંઘ ઝાલા બન્યો હતો.
Football