ક્રાઈમ બ્રિફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રિફ

અમદાવાદ |ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 52 વર્ષીય ભરતસિંહ હતુસિંહ રહેવરના ઘરમાં 4 ડિસેમ્બર રાતના 11.30 વાગ્યા બાદ ગઠિયાઓએ ઘૂસીને દાગીના, મોબાઇલ ફોન અને એક્ટિવા મળીને કુલ રૂ. 31 હજારની મતા ચોરી ગઇ હતી.

અમદાવાદ |ઓઢવમાં સિંગરવા વેપારી મહામંડળ યુનિટ નંબર-5 સત્યનારાયણ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં લોખંડનો દરવાજો કૂદી 5 ડિસેમ્બર 6.30થી 6 ડિસેમ્બર 9 વાગ્યા દરમિયાન ગઠિયાઓ પ્રવેશ્યા હતા. જે કંપનીમાંથી કોપરના વાયરના બંડલ નંગ -8 વજન આશરે 200 કિલો કિંમત રૂ. 1 લાખની મતા ચોરી ગઇ હતી.

ખોખરા હાઉસિંગ બોર્ડના ઘરમાંથી રૂ. 31 હજારની મતા ચોરાઇ

ઓઢવમાં કંપનીમાંથી રૂ. 1 લાખના વાયર ચોરાયા

અન્ય સમાચારો પણ છે...