તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કાટોડિયા ફાઇનાન્સર સામે પોલીસ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાટોડિયા ફાઇનાન્સર સામે પોલીસ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડામાં બમ્પર ડ્રોના નામે 500થી વધુ લોકો છેતરાયા

25000ના 30000 કે સોનાની લાલચ આપી

નરોડામાં ઠાકોરવાસમાં રહેતા કાંતિભાઇ ઠાકોરે 15 જન્યુઆરી 2015માં દર મહિને એક હજાર પ્રમાણે 25 મહિના સુધી નરોડાના કાટોડિયા ફાઇનાન્સમાં 25 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના ભાગરૂપે 25 મહિનામાં બમ્પર ડ્રોમાં જે મેમ્બરનું નામ આવે તેણે 30 હજાર રોકડા અથવા 32 હજારનું સોનુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે મેમ્બરનું નામ 25 મહિના સુધી ના આવે તેણે પણ પૈસા પરત કરવાનું જણાવાયું હતું. જો કે થોડા સમય સુધી ડ્રો સિસ્ટમ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારબાદ બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે લોકોના ટોળાં કાટોડિયા ફાઇનાન્સની ઓફિસે ભેગા થઇ ગયા હતા. જેથી બધા મેમ્બરને પૈસા પરત કરવાની ખાતરી આપી હતી.

ભોગ બનનાર કાંતિભાઇ ઠાકોરને પણ 32 હજાર રૂપીયાનો ચેક આપવામાં આવ્યો હતો, પરંતુ તે રિટર્ન ગયો હતો.જેથી તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

સંચાલકો વિરુદ્ધ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે

^આઅંગે અમે ગુનો દાખલ કર્યો છે. કોટડિયા ફાઈનાન્સના સંચાલકો કોણ છે અને તેની શાખાઓ ક્યાં ક્યાં આવેલી છે તે બાબતે અમે તપાસ હાથ ધરી છે. > એચ.બી.વાઘેલા, પીઆઈ,નરોડા પો.સ્ટે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો