બે પરિવાર લગ્નમાં ગયા, ઘરમાંથી 102 તોલાના દાગીનાની ચોરી થઈ
શાહીબાગ અને કૃષ્ણનગરમાં તસ્કરોએ ઘરનાં તાળાં તોડ્યાં
52 તોલા સોનાના દાગીનાનો સમાવેશ, કૃષ્ણનગરમાં ચોર કારમાં આવ્યા
1 | ગિરધરનગરના દલપત શાહ 4 ડિસેમ્બરે કોબા ખાતે લગ્નમાં ગયા હતા. બુધવારે રાતે તપાસ કરતા તિજોરી ખુલ્લી હતી અને સોનાના 26.8 તોલા દાગીના ભરેલી થેલી ગાયબ હતી. દલપતભાઈને શંકા છે કે, કોઈ જાણભેદુએ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો અને તિજોરી ખોલી ચોરી કરી હશે. શાહીબાગ પોલીસે દાગીનાની કિંમત રૂ. 5.36 લાખની આંકી છે.
2 | કૃષ્ણનગરના મલય શાહ મહેસાણા લગ્નમાં ગયા હતા. બુધવારે પાડોશીએ જાણ કરી કે, ઘરમાં ચોરી થઈ છે. તસ્કરોએ તિજોરીમાંથી 26 તોલાના સોનાના દાગીના અને 50 તોલા ચાંદીના દાગીના ઉપરાંત રૂ. 30 હજાર રોકડા મળીને કુલ રૂ. 4.40 લાખની ચોરી કરી હતી. નજીકમાં આવેલા પાનના ગલ્લા પરના સીસીટીવી પરથી ખબર પડી કે તસ્કરો ઈકો કારમાં આવ્યા હતા.
36 દિવસમાં 150 તોલાના દાગીનાની ચોરી
{ 1નવેમ્બર | શાહીબાગમાં16 તોલા દાગીનાની ચોરી
{ 2નવેમ્બર | સેટેલાઈટમાં8.73 લાખની ચોરી
{ 14નવેમ્બર | સાયન્સસિટીમાં ડોક્ટરના ઘરમાંથી રોકડા રૂ.7.37 લાખની ચોરી
{ 14નવેમ્બર | સરદારનગરમાં7.15 લાખ રોકડા અને રૂ. 4.95 લાખના દાગીના ચોરાયા
{ 15નવેમ્બર | વટવામાં1.74 લાખના દાગીના ચોરાયા
{ 25નવેમ્બર| ચાણક્યપુરીમાં19 તોલાના દાગીના ગયા
{ 2ડિસેમ્બર | ઘોડાસર,13 તોલના દાગીના ચોરાયા
{ 5ડિસેમ્બર | કૃષ્ણનગર,76 તોલાના દાગીના ગયા
{ 6ડિસેમ્બર | શાહીબાગમાંવેપારી લગ્નપ્રસંગમાં જતા તસ્કરો 26 તોલાના દાગીના ચોરી ગયા