• Gujarati News
  • National
  • અરજદાર જે પુરાવા રજૂ કરે તેના પર તેની સહી ફરજિયાત બનાવાઈ

અરજદાર જે પુરાવા રજૂ કરે તેના પર તેની સહી ફરજિયાત બનાવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકીલ-નોટરીનો ખર્ચ નહિ કરવો પડે, ચકાસણીની જવાબદારી સબ-રજિસ્ટ્રારની

પ્રોપર્ટીના દસ્તાવેજો માટે અરજદારોને હવે ટ્રુ કોપી રજૂ કરવામાંથી મુક્તિ અપાઈ

રાજ્યની દસ્તાવેજી કચેરીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નવા ફતવાથી અધિકારીઓમાં ભારે નારાજગી છે. નોંધણી નિરીક્ષક કચેરી દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે દસ્તાવેજ નોંધણી માટે રજૂ થાય ત્યારે દસ્તાવેજ લખી આપનાર, લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે હોવાનું પ્રસ્થાપિત કરવા તેમના ફોટો સાથેના ઓળખપત્રોના પ્રમાણિત પુરાવા લેવાના રહેશે. પુરાવા પર સહી પણ કરાવવાની રહેશે.

સહીની ચકાસણીની જવાબદારી સબ રજિસ્ટ્રારની રહેશે. સબ રજિસ્ટ્રાર યુનિયન કહે છે કે અરજદારોને ઝંઝટમાંથી મુક્ત કરાય છે. પરંતુ હવે દસ્તાવેજ માટે તમામ પક્ષકારોને ફરજિયાત બોલાવાના રહેશે કે નહીં તેની સ્પષ્ટતા નથી. હાલ મિલકત ખરીદનાર રજિસ્ટ્રાર કચેરીમાં આવતા નથી. જેથી નવા પરિપત્રથી અરજદારોમાં કેટલીક મૂંઝવણ પણ સર્જાઇ છે.

નિર્ણય પહેલાં સૂચન માંગવાની જરૂર હતી

^અરજદારોનીસહીની ચકાસણીની જવાબદારી સબ રજિસ્ટ્રારને સોંપવાનો વિરોધ છે. આવા નિર્ણય પહેલા અધિકારીના સૂચનો માંગવા જોઇએ. > લલિતસિંહવાઘેલા,પ્રમુખ,રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટયુનિયન

નાની ભૂલ હશે તો પણ દસ્તાવેજ અટકાવાશે

સહીની ચકાસણીની જવાબદારી સોંપાતા સબ રજિસ્ટ્રારમાં વિરોધ છે. સહીમાં નાની ભૂલ હશે તો સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ અટકાવી દેશે. ચકાસણીમાં સમય જશે. ટોકન સિસ્ટમથી દસ્તાવેજોની કામગીરી થાય છે. પણ હવે સબ રજિસ્ટ્રારને વધુ સમય જશે.

અન્ય સમાચારો પણ છે...