• Gujarati News
  • National
  • ચૂંટણીકાર્ડ હોય પણ યાદીમાં નામ તો 12 પુરાવા પર વોટિંગ થઇ શકશે

ચૂંટણીકાર્ડ હોય પણ યાદીમાં નામ તો 12 પુરાવા પર વોટિંગ થઇ શકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નહીં વહેંચાયેલી મતદાન સ્લિપ ચૂંટણી અધિકારીને પરત કરાશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-217 અન્વયે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા મતદાર વિભાગોનું મતદાન તા.14મી ડિસે.ના રોજ યોજાનાર છે. મતદારોને પોતાના મતદાન મથકની તથા મતદાર કાપલી બુથલેવલ ઓફિસર દ્વારા મતદારોને વહેંચણી કરાઇ રહી છે.

મતદાર કાપલી વહેંચાયેલી નહીં હોય તેને ચૂંટણી અધિકારી પોતાની પાસે રાખશે. તેવું ચૂંટણી વિભાગની એક યાદીમાં જણાવાયું છે. ઉપરાંત મતદારે મતદાન મથક પર અસર ચૂંટણી કાર્ડ રજૂ કરવું પડશે. ચૂંટણી કાર્ડ ના હોય તેવા કિસ્સામાં અન્ય 12 જેટલા પુરાવા માન્ય રાખવામાં આવશે.

બીએલઓ દ્વારા મતદાર સ્લિપ જાણી જોઇને પહોંચાડવામાં નહીં આવે તો તેની સામે સખત પગલાં ભરવાની જિલ્લા ચૂંટણી અધિકારીએ ચીમકી ઉચ્ચારી છે. ઘણા લોકોને હજુ સુધી મતદાન કાપલી મળી નથી.

12 પુરાવા માન્ય ગણાશે

{પાસપોર્ટ {ડ્રાઇવિંગ લાઇસન્સ {રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને આપવામાં આવતા ફોટો સાથેના ઓળખકાર્ડ {બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટો સાથેની પાસબુક {ઇન્કમટેક્સ (પાન)ઓળખકાર્ડ {નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર)સ્કીમ હેઠળ આરજીઆઇ દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ {મનરેગા જોબ કાર્ડ {શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટ કાર્ડ {ફોટો સાથેના પેન્શન દસ્તાવેજ {ચૂંટણી તંત્ર તરફથી અપાયેલા અધિકૃત ફોટો વોટર સ્લિપ {સંસદ સભ્યો, વિધાનસભ્યો, વિધાન પરિષદ સભ્યો દ્વારા અપાયેલા અધિકૃત ઓળખપત્રો {આધારકાર્ડ.

અન્ય સમાચારો પણ છે...