તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનેક વખત રજૂઆત છતાં સમસ્યા ઉકલતી નથી, લોકો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેક વખત રજૂઆત છતાં સમસ્યા ઉકલતી નથી, લોકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુરમાં સ્ટ્રીટ લાઈટના ભારે ધાંધિયા

શહેરનાપૂર્વ વિસ્તારમાં ગોમતીપુરમાં વીર ભગતસિંહ સર્કલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાને કારણે નાગરિકો, દુકાનદારો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે કોર્પોરેશનના સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.

શિયાળો જામતો જાય છે અને તેના કારણે અંધારૂ પણ વહેલું થઈ જાય છે. વિસ્તારમાં નાની- મોટી દુકાનો, મકાનો આવેલા છે તેમજ મોડે સુધી વાહનચાલકોની પણ અવર જવર છે. સર્કલ નજીક સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાને કારણે અંધારપટ રહેતો હોવાથી અકસ્માતો પણ સર્જાય છે. અંધારાનો લાભ લઈને ચોરીના બનાવ પણ બનતા હોય છે. અંગે સત્તાવાળાઓ, સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆતો કરાઈ છે. આમ છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ થતી નથી. અંગે યોગ્ય પગલાં લેવા રહીશોએ માંગણી કરી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલ ફુવારો પણ ઘણાં સમયથી બંધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો