તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અરજીમાં પત્નીએ કહ્યું, પતિ મને અને બાળકોને મારી નાખવાની ધમકી પણ આપે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજીમાં પત્નીએ કહ્યું, પતિ મને અને બાળકોને મારી નાખવાની ધમકી પણ આપે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાએપતિ અને જેઠાણીના લગ્નેત્તર સંબંધથી કંટાળીને ફેમિલી કોર્ટમાં અરજી કરી. બે બાળકોનો પિતા મોટાભાઇની વિધવાના પ્રેમમાં પડી 10 વર્ષથી તેની સંબંધમાં રહી પત્ની તથા બાળકોને તરછોડ્યા છે. તેમજ બાળકોને તથા પોતાની પરિણીતાને હેરાન કરી મારી નાંખવાની ધમકી આપતો હોઇ પરિણીતાએ પતિ સામે ફેમિલી કોર્ટમાં ઘરેલું હિંસાની અરજી કરી છે.

32 વર્ષીય સરલાબહેનનાં લગ્ન ગોમતીપુરમાં રહેતા 33 વર્ષીય રાજેશ સાથે 8-5-2002માં થયા હતા. બન્ને દાંમ્પત્યજીવન દરમિયાન 2 દીકરાના માતાપિતા બન્યા હતા. રાજેશના મોટાભાઇ મોહનના મોત બાદ તેમના પત્ની રીના વિધવા થયાં હતાં. બાદ રાજેશનો મોટાભાઇની વિધવા રીના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાભીના પ્રેમમાં અંધ રાજેશે સરલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. રાજેશ અને રીના વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હોઇ બન્ને જણા ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લાના બાબરપુરમાં રહે છે. (પાત્રોનાનામ બદલ્યા છે)

રાજેશ પોતાની કમાણી રીનાની દીકરી રેશ્મા પાછળ ખર્ચે છે. તેમજ પત્ની સરલાના દાગીના પણ રીનાને આપી દીધા છે. તેમજ સરલા હાલ તેના સાસરિયાં તથા દિયર સાથે રહે છે. જે તેમને મદદ કરી રહ્યા છે, પણ પતિ તથા જેઠાણી સંબંધનો અંત આણવા તૈયાર નથી. જ્યારે પણ સરલાના સાસરિયાં અને સરલા રાજેશ અને રીનાને સમજાવવાનો પ્રયાસ કરતા તેમને ‘થાય કરી લો. તેમજ અહીં પગ મૂકશો તો રાઇ રાઇ જેવા ટુકડા કરી નાખીશ.’ જેવી ધમકી આપતા હોઇ સરલાએ ફેમિલી કોર્ટમાં પતિ સામે ઘરેલુ હિંસાની અરજી કરી હતી. સરલાએ અંગે વાત કરતા જણાવ્યુ હતું કે, ‘અમે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પણ પોલીસે કહ્યું કે આવશે નહીં ત્યાં સુધી કંઇ થઇ શકશે નહીં. એટલે મેં કંટાળીને ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.’ રાજેશ કોઈ પણ સંજોગોમાં ભાભી સાથેના સંબંધોનો અંત લાવી પોતાના પરિવાર સાથે રહેવા તૈયાર હતો.

સમજાવવા ગયા તો પતિએ કહ્યું, ‘ટુકડા કરી નાખીશ’

દસ વર્ષથી જેઠાણી સાથે રહેતા પતિથી કંટાળી પત્નીની ફેમિલી કોર્ટમાં અરજી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો