હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી
હાઇકોર્ટમાં સુનાવણી 12મી ડિસેમ્બર પર મોકૂફ
કાયમી DGPની નિમણૂક નવી સરકારનું કામ છે : ચૂંટણી પંચ
લાંબાસમયથી ખાલી પડેલી ડીજીપીની જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂકની માગ કરતી જાહેરહિતની અરજીમાં ચૂંટણી પંચે જવાબ સ્પષ્ટ કર્યું હતું કે, નવી સરકારની રચના બાદ નિમણૂક કરવી શક્ય. જે બાદ હાઇકોર્ટે કેસને 12મી ડિસેમ્બરે ચુકાદા પર મુલતવી રાખી છે.
પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા કરાયેલી જાહેરહિતની રિટમાં ચૂંટણી પંચે એવી રજૂઆત કરી હતી કે, ડીજીપીની નિમણૂક કરવાની પ્રક્રિયા લાંબી છે, નવી સરકારની રચના બાદ કાર્યવાહી હાથ ધરાશે. હાલ ઈન્ચાર્જ ડીજીપી માટે રાજ્ય સરકાર પાસે 3 નામની પેનલ મગવાઈ હતી. જે પૈકી એક નામ ગ્રાહ્ય રાખી ખાલી પડેલી જગ્યા પર ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. હાઇકોર્ટે ચૂંટણી પંચના જવાબને ધ્યાને લઇ કેસને 12મી ડિસેમ્બરે ચુકાદા પર મુલતવી રાખ્યો છે.