• Gujarati News
  • National
  • વાદળો વિખેરાતા ઠંડી ઘટી, ચાર દિવસ સુધી ડબલ સિઝન રહેશે

વાદળો વિખેરાતા ઠંડી ઘટી, ચાર દિવસ સુધી ડબલ સિઝન રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાની અસરોને કારણે છેલ્લાં ત્રણ દિવસ રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી લોકો પરેશાન થઇ ગયા હતા, પરંતુ, ઓખી વાવાઝોડાની અસર દૂર થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવન અને ભેજનાં પ્રમાણ ઘટાડો થતાં મહત્તમ તાપમાનમાં ‌વધારો થતાં લોકોએ ઠંડીથી રાહત મેળવી છે. ચાર-પાંચ દિવસો દરમિયાન શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું પ્રમાણ રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં ત્રણ દિવસ બાદ સૂર્યનાં દર્શન થયા હતા, સાથોસાથ ઠંડા પવન અને ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન બુધવાર કરતાં 5 ડિગ્રી વધીને 24.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વધીને 15.6 ડિગ્રી નોંધાયું હતું.

શહેર લઘુત્તમ

અમદાવાદ 15.6

નલિયા10.4

વલસાડ12.1

ભુજ12.4

ડીસા13.8

કંડલાએ. 13.7

પોરબંદર14.0

અમરેલી14.0

રાજકોટ14.1

તાપમાન

અન્ય સમાચારો પણ છે...