ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેપ્રેમમાં અંધ 21 વર્ષીય યુવતી પ્રેમીની વાતમાં આવીને રાજસ્થાનથી ભાગી અમદાવાદ આવી ગઇ. રેલવે પોલીસને કહ્યું હું અનાથ છું મને આશ્રય અપાવો. પોલીસે કોર્ટના આદેશથી યુવતીને વિકાસગૃહમાં મૂકી. વિકાસગૃહના સુપરિટેન્ડેન્ટે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું. પ્રેમી યુવકને યુવતી સાથેના પ્રેમ અંગે પૂછતા પ્રેમીએ યુવતીનો સ્વીકારવાથી ઇન્કાર કર્યો. અંતે યુવતીના માતાપિતાને શોધી યુવતીને કોર્ટના આદેશથી પરિવારને સોંપવામાં આવી.

રાજસ્થાનના ચિતોડગઢના મંગલવાડા તાલુકાના એક ગામની 21 વર્ષીય યુવતી સ્વાતિ પોતાના ગામના યુવક સમીરના પ્રેમમાં પડી હતી. સ્વાતિ અને સમીર એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. સ્વાતિની સગાઇ થઇ ગઇ હતી. દરમિયાન લગ્નની લાલચ આપી સમીરે સ્વાતિને કહ્યું હતું કે તું ઘરેથી ભાગીને 2થી 3 મહિના ક્યાંક જતી રહે. બાદ હું ત્યાં આવી આપણે લગ્ન કરી લઇશું. પ્રેમી સમીરની વાતમાં આવીને સ્વાતિ પોતાની સગાઇ તોડી નાંખી ભાગીને અમદાવાદ આવી ગઇ હતી. અહી રેલવે પોલીસને મળતા તેણે રેલવે પોલીસને જણાવ્યું હતું કે,‘મારા માતા પિતાનું મૃત્યુ થયું છે. મારા લગ્ન ભોપાલમાં કરાવવામાં આવ્યા હતા. મારા પતિનું પણ મોત નિપજ્યું છે. હું અનાથ છું મારી રહેવાની વ્યવસ્થા કરી આપો.’ પોલીસે યુવતીને કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશ મુજબ વિકાસગૃહમાં મૂકી હતી. વિકાસગૃહના સુપરિટેન્ડેન્ટ મિત્તલ પટેલે તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે યુવતીએ સમીરના પ્રેમમાં આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.

યુવતી પાસેથી સમીરનો નંબર લઇ તેનો સંપર્ક કરતા સમીરે ‘હું યુવતીના પ્રેમમાં નથી. હું તેની સાથે લગ્ન નહી કરું કહેતા. સ્વાતિને પોતાના કર્યા પર પસ્તાવો થયો હતો. અંતે સ્વાતિ પાસેથી માતા-પિતાનો નંબર લઇ સ્વાતિની મરજીથી માતાપિતાનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. સ્વાતિને કોર્ટના આદેશથી માતાપિતાને સોંપવામાં આવી હતી.

(પાત્રોનાં નામ બદલ્યાં છે.)

માતા પિતાએ દીકરીને ભણાવવાની બાંયધરી આપી

યુવતીકોલેજ કરવા માંગતી હોઇ વિકાસગૃહના સુપરિટેન્ડેન્ટે માતાપિતા પાસે બાંયધરી લીધી હતી કે તેઓ દીકરીની ઇચ્છા હશે ત્યાં સુધી ભણાવશે. તેમજ યુવતી પાસેથી બાંયધરી લીધી હતી કે તે આગળથી તે યુવક સાથે સંબંધ નહીં રાખે.

વિકાસગૃહમાં કાઉન્સેલિંગ વેળા યુવતીએ આપવિતી કહેતાં પરિવારને બોલાવીને સોંપી

જેના માટે ઘર છોડીને આવી, તે પ્રેમીએ જાકારો આપ્યો

અન્ય સમાચારો પણ છે...