સફાઈ થતી હોવાથી કચરાના કન્ટેનરો પર GPS લગાડાશે
શહેરમાંસફાઈ કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને ડોર-ટુ-ડોર કામગીરીનું કવરેજ વધારવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે તાકીદ કરી છે. આમ, સફાઈ કામગીરી પર તેમણે ભાર મૂક્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થાય તેના પર ચાંપતી નજર રાખવા અને પગલાં લેવા પણ સૂચના આપી હતી.
મ્યુનિ. ની અઠવાડિક રિવ્યૂ મિટિંગમાં મુકેશકુમારે કહ્યું કે, શહેરમાં મુખ્ય માર્ગો પર કેટલીક જગ્યાએ કચરાના ઢગ જોવા મળે છે. ડોર-ટુ-ડોર કામગીરી વધારવા અને કચરો ઉપાડવા અને સફાઈ કામગીરી કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા પર તેમણે ભાર મૂક્યો છે.
શહેરમાં કેટલાક સ્થળે ગેરકાયદે બાંધકામ થતા હોવાની ફરિયાદો અવાર નવાર મળે છે. બાબતને ધ્યાનમાં લઈને ગેરકાયદે બાંધકામો થતા અટકાવવા તેમજ આવા બાંધકામોની ફરિયાદોમાં અમલ કરવા તાકીદ કરી હતી.