• Gujarati News
  • National
  • મેટ્રો ટનલના ખોદકામની ધ્રુજારી સહન નહીં કરી શકનારા નબળા મકાનો તોડી પડાશે

મેટ્રો ટનલના ખોદકામની ધ્રુજારી સહન નહીં કરી શકનારા નબળા મકાનો તોડી પડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટ્રોનાફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલથી થલતેેજ સુધીના કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી 6.335 કિલોમીટર રૂટ પર ટ્રેન ટનલમાં દોડશે. શહેરની ગીચ વસ્તીને ધ્યાનમાં રાખી ટનલ બનાવવી તંત્ર માટે ખૂબજ પડકારરૂપ છે. ત્યારે હાલ મેગા કંપનીએ રૂટ પર એપેરલ પાર્કથી કાલુપુર સુધી અને કાલુપુરથી શાહપુર સુધી બે પાર્ટમાં કામગીરી શરૂ કરી છે. જેમાં પ્રથમ બન્ને રૂટ પર આવતા બાંધકામોનું સરવે હાથ ધરાયું છે. જેમાં ટનલના ખોદકામની ધ્રુજારી સહન નહીં કરનાર નબળા બાંધકામોને તોડી પાડવામાં આવશે અને કામ પૂર્ણ થયા બાદ નવા તૈયાર કરી અપાશે જ્યારે કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા મકાનોને પણ રિપેર કરી અપાશે. જો કે એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોર સંપૂર્ણ એલિવેટેડ હોવાથી તેની કામગીરી વહેલી પૂર્ણ થશે અને માર્ચ 2019 સુધીમાં રૂટ પર ટ્રેન દોડતી થઈ જશે.

6.7 કિ.મીની ટનલ માટે ચેલેન્જ

{એએસઆઈ 8 પ્રોટેકટેડ હેરિટેજ સ્મારકોની 100 ત્રિજયામાં કામગીરી

{ મકાનો,દુકાનો તોડવી પડશે

{ અંડરગ્રાઉન્ડ યૂટીલિટી (પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન) જયાં છે ત્યાંથી બીજે શીફટ કરવાનું આયોજન હજુ બાકી

{ શંકરભુવનના છાપરા પાસે મેગા ડકટલાઈન જયાં મેટ્રોનુ સ્ટેશન છે તેને ખસેડવા આસપાસમાં જગ્યાનો અભાવ

{ 17 દુકાનો તોડવાની છે તેનો કબજો લેવાનો બાકી

900 કરોડ ખર્ચ થશે

50 ફૂટ નીચે ટનલ બનશે

કાલુપુર

રેલવે સ્ટેશન

શાહપુર

અેપેરલ પાર્ક

ધી કાંટા

બેક રોટેટિંગ આર્મ અહીંથીપૂર્વ-તૈયાર કરાયેલ કોંક્રિટને આગળના રોટેટિંગ આર્મ તરફ ધકેલાશે...

રોટેટિંગ આર્મ ખોદાયેલાભાગને સપાટ કરીને ગોળાકાર આપે છે જેથી ત્યાં ટનલ માટે કોંક્રિટનું સ્ટ્રક્ચર બનાવી શકાય.

સ્ક્રૂ કન્વેયર ટનલહેડની બ્લેડથી ખોદાયેલી માટીને મશીનના પાછળના ભાગમાં ધકેલે છે.

કન્વેયર બેલ્ટ- જમીનમાંખોદાયેલી માટીને પટ્ટા વડે પાછળ ધકેલવાનું કામ કરે છે.

રોટેટિંગ ટનલ હેડ ગોળચક્કરમાં ફરતી બ્લેડ જમીનમાંથી કઠણમાં કઠણ માટીને કાપી પાછળ ધકેલે

રીતે મેટ્રો માટે જમીનમાં ટનલ ખોદાશે

પ્રોજેક્ટ પૂરો થયા બાદ મેટ્રો રેલ દ્વારા તોડી પડાયેલા મકાનો ફરી બાંધી અપાશે

APMCથી મોટેરા સુધીનો નોર્થ-સાઉથ કોરિડોર માર્ચ-2019 સુધીમાં શરૂ થશ

એપેરલ પાર્કથી શાહપુર સુધીના રૂટ પર આવતા મકાનોનો સરવે હાથ ધરાયો

અન્ય સમાચારો પણ છે...