ખસી કરીને છોડાયેલા 10થી 12 કૂતરાએ કિશોરને પીંખી નાખ્યો
કુબેરનગરપોલીસ ચોકી પાસે આવેલા મેદાનમાં રમી રહેલા 14 વર્ષના સુજલ તમાયચેને ગુરુવારે સવારે 12 કુતરાએ 20 જેટલા બચકાં ભર્યા હતાં. સ્થાનિકોની ફરિયાદ છે કે, અહીં ખસી કરીને છોડાયેલા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. અંગે મ્યુનિ.ને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
કૂતરાને રિ લોકેટ કરવું અશક્ય
^ખસીકરેલા કૂતરાને રિ લોકેટ કરાય નહીં તેનો સંપૂર્ણ રેકર્ડ રખાય છે. કૂતરું જાતે બીજા વિસ્તારમાં ગયું હોઈ શકે છે. > ડો.જયંત કાચા, સુપરિન્ટેન્ડન્ટઢોર-ત્રાસ અંકુશ નિવારણ
2012-13 25,742
2013-1426,358
2014-1530,573
2015-1639,333
2016-1733,165
2017-1811,000
5 વર્ષમાં દોઢ લાખ કૂતરાની ખસી
નરોડાથી કુબેરનગરમાં છોડાયેલા કૂતરાઓએ 20 બચકાં ભર્યાં