• Gujarati News
  • National
  • સોલા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન

સોલા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસજીહાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દી અને સગા પીવાના પાણીની સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. મહ્ત્વની વાત છે કે, ઓપીડીનો સમય પૂરો થયાં બાદ ઓપીડીની જગ્યા બંધ કરી દેવાતી હોવાથી દર્દી-સગાને પાણી ભરવા માટે હોસ્પિટલનાં નવમા માળે જવું પડે છે. એટલું નહિ, ઓપીડીમાં આવેલાં શૌચાલય પણ બંધ હોવાથી લોકોને ઓપીડી ખૂલે ત્યાં સુધી રાહ જોવાની પરજ પડે છે.

પ્રાપ્ય માહિતી અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલમાં રોજનાં 1200તી 1500 દર્દી સારવાર માટે આવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલની ઓપીડીમાં પાણીનું કૂલર અને શૌચાલયની વ્યવસ્થા છે. પરંતુ, ઓપીડીનો સમય પૂરો થતાં વિવિધ વિભાગની ઓપીડીને તાળાં મારી દેવાય છે. ઓપીડી બાદ જેમને રિપોર્ટ લઇને ડોક્ટરને બતાવવાનું હોય તેવા રાહ જોતાં દર્દી અને સગાને રિસેષ પૂરી થાય અને ફરી ઓપીડી શરૂ થયા ત્યાં સુધી બેસી રહેવું પડે છે. સમય દરમિયાન જો કોઇને પાણી પીવું હોય તો ઓપીડી બંધ હોવાથી હોસ્પિટલનાં નવમા માળે જવું પડે છે અથવા તો બહારથી પાણીના પાઉચ ખરીદવા પડે છે. એટલું નહિ, ઓપીડીમાં શૌચાલયની પણ વ્યવસ્થા કરાઇ છે, પણ રિસેષ દરમિયાન ઓપીડી બંધ હોવાથી દર્દી કે સગાને કુદરતી હાજતે જવું હોય તો ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઓપીડીમાં આવેલાં શૌચાલય પણ બંધ પડ્યાં છે

અન્ય સમાચારો પણ છે...