• Gujarati News
  • National
  • તત્વાર્થાધિગમ સૂત્રને શીખવા હવે ઓનલાઇન એક્ઝામ

તત્વાર્થાધિગમ સૂત્રને શીખવા હવે ઓનલાઇન એક્ઝામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરે બેઠા 1 વર્ષના કોર્સ બાદ ચંદ્રક પણ અપાશે

જૈનોનાચારેય ફિરકાઓ જેને પ્રમાણિત કર્યો છે તેવો જૈન ધર્મની ગીતા ગણાતા તત્વાર્થાધિગમ સૂત્રને શીખવા માટે ખાસ કોર્ષ શરૂ કરાયો છે. આચાર્ય શ્રી સુરેન્દ્ર સૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા દ્વારા આ. ભ. શ્રી વિજય જગચ્ચંદ્રસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં જૈન ધર્મના દરેક સંપ્રદાયને માન્ય ગ્રંથ “તત્ત્વાર્થ સૂત્ર”નો 1 વર્ષનો ઘરે બેઠાં સ્વમેળે અભ્યાસ હેતુ પાઠ્યક્રમ શરૂ કરેલ છે. વર્ષના અંતે ઓનલાઈન પરીક્ષા લેવાશે અને તેમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને અનુક્રમે “ઉમાસ્વાતિ મહારાજ સુવર્ણ ચંદ્રક” અને “સિદ્ધસેન ગણિ મહારાજ રજત ચંદ્રક” અપાશે.

અંગે વિજયજગચચંદ્રએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરીને કોર્સમાં જોડાનારા શ્રાવકને 1 પુસ્તક, પેપર અને શિડ્યુઅલ અપાશે. 1 જાન્યુઆરીથી શરૂ થનારી કોર્ષમાં દરરોજ 2 પાનાનું વાંચન કરાશે. 15 દિવસે ઓપન બુક એક્ઝામ લેવાશે. કુલ 10 મહિનામાં 20 એક્ઝામ લેવાશે. ડિસેમ્બર મહિનાના અંતે વાર્ષિક પરિક્ષાનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...