• Gujarati News
  • National
  • MPની યુવતીએ લગ્ન માટે હોલ બુક કરાવ્યો, યુવક ગયો નહિ

MPની યુવતીએ લગ્ન માટે હોલ બુક કરાવ્યો, યુવક ગયો નહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકે કેન્સર હોવાથી અમેરિકા જવાનું બહાનું આપ્યું હતું. યુવતીએ ગુજરાત પહોંચી ફોન નંબરના આધારે યુવકને શોધી કાઢી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મધ્યપ્રદેશમાં રહેતી કામિની (નામ બદલ્યું છે) ખાનગી ડિટેક્ટિવ કંપનીમાં નોકરી કરે છે. દોઢ-બે વર્ષ પહેલા કામિનીને ફેસબુક પર રોહિત ઠાકોર નામના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેના થકી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. રોહિત ઠાકોરે કામિની સામે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી હતી, જે કામિનીએ સ્વીકારી લીધી હતી.

યુવતીએ મધ્યપ્રદેશમાં હોલ બુક કરાવી લગ્નના દિવસે પોતાના પરિવાર સાથે હોલમાં પહોંચી હતી. રોહિત લગ્ન સ્થળે પહોંચ્યો હતો. થોડા દિવસો બાદ રોહિતે ફોન કરી પિતાજી ગુજરી ગયા હોવાનું કહ્યું હતું. કામિનીને શંકા જતા તેને ફેસબુક પર રોહિતે મૂકેલો ફોટો સર્ચ કરતાતે ગુજરાતી સિંગર રોહિત ઠાકોરનો હોવાનું જાણવા મળ્યું હતું.

યુવકે છેલ્લી ઘડીએ કેન્સરનું બહાનું કાઢ્યું

અન્ય સમાચારો પણ છે...