• Gujarati News
  • National
  • દાસ્તાન સર્કલે MPની બસને અકસ્માત

દાસ્તાન સર્કલે MPની બસને અકસ્માત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રેન સ્કૂલબસની પાછળ ઘૂસી જતાં 10 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

વિદ્યાર્થીઓ અક્ષરધામના પ્રવાસે આવ્યા હતા

જો કે 108ને ઘટનાસ્થળે બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ક્રેન ચાલક અનિલ રાજપૂતની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશના જામ્દા ગામની યુનિક એકેડમી સ્કૂલની બસ ગુજરાતના પ્રવાસે આવી હતી. જેમાં 40 વિદ્યાર્થી સંચાલક વિજય પાટીદાર તેમજ પાંચ કર્મચારીઓને હતા. રવિવારે અક્ષરધામથી દાસ્તાન ફાર્મ નજીકથી સ્કૂલ બસ પસાર થતી હતી ત્યારે પાછળથી પૂરઝડપે ક્રેન ઘૂસી ગઇ હતી, જેના કારણે બસના કાચ તૂટી ગયા હતા. સ્કૂલ બસમાં બેસેલા 8 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઇજા થઇ હતી તેમજ સ્કૂલના સંચાલક વિજય પાટીદારને પણ ઇજા થઇ હતી.

ઘટનાસ્થળે સારવાર

નરોડાપોલીસ તેમજ 108ને તાત્કાલિક જાણ કરાતાં ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે સારવાર અપાઈ હતી. ક્રેન પાછળથી ઘૂસી જતાં બસના કાચ તૂટી ગયા હતા. વિદ્યાર્થીઓને કાચ વાગવાથી ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...