• Gujarati News
  • National
  • સોલા વંદેમાતરમ્ આર્કેડ પાસે મોર્નિંગ વોક કરતી વૃદ્ધા શિકાર બની

સોલા વંદેમાતરમ્ આર્કેડ પાસે મોર્નિંગ વોક કરતી વૃદ્ધા શિકાર બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાની બંગડી કાઢીને પિત્તળની બંગડી મૂકી પડીકું પાછું આપ્યું

નકલી પોલીસ વૃદ્ધાને પગે લાગી, 1.15 લાખના દાગીના લૂંટી લીધા

ગઠીયાએ દાગીના કાગળમાં મૂકી પડીકું વાળી આપવાના બહાને પિત્તળની બંગડી મૂકીને પડીકું વૃદ્ધાના હાથમાં પધરાવી દીધું હતું.

ચાંદલોડિયા વંદે માતરમ્ આર્કેડ પાસે શગુન ગોલ્ડમાં રહેતાં ઓમનાબહેન રવિવારે મોર્નિંગ વોક કરી રહ્યાં હતાં. બાઈક ઉપર બે પુરુષોે આવ્યા અને એક ઓમનાબહેનને પગે લાગ્યો અને કહ્યું આગળ ચેકિંગ ચાલે છે.

દાગીના કાઢીને અમને આપી દો, અમે પોટલીમાં બાંધીને આપી દઇએ છે કહીને નજર ચૂકવી પિત્તળની બંગડી મૂકી દીધી હતી.

મળતિયાની ચેઈન પડીકામાં મૂકી વિશ્વાસ કેળવ્યો

ઓમનાબહેનેદાગીના આપવાની ના પાડતા તે બંનેએ રાહદારીના સ્વાંગમાં આવેલા તેમના સાગરીતની ચેઈન કઢાવી પડીકામાં મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...