• Gujarati News
  • National
  • 2 વર્ષમાં 19 લાખ ઈ મેમો જનટેર થયા પરંતુ માત્ર 7 લાખ મેમોના દંડ ભરાયા છે

2 વર્ષમાં 19 લાખ ઈ-મેમો જનટેર થયા પરંતુ માત્ર 7 લાખ મેમોના દંડ ભરાયા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિકનાનિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ઘરે ઈ-મેમો પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 2 વર્ષ પહેલા સીસીટીવી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં આજ દિન સુધીમાં 19 લાખ મેમો જનરેટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 7 લાખ વાહનચાલકોએ દંડ ભર્યા છે. 3 લાખ વાહનચાલકો એવા છે કે જેમના સુધી ઈ-મેમો પહોંચ્યા નથી. જેથી આવા ઈ-મેમો પોસ્ટ ખાતાએ ટ્રાફિક પોલીસને પાછા મોકલી આપ્યા છે. જ્યારે બાકીના 9 લાખ વાહનચાલકોએ દંડ ભર્યા નથી.

કંટ્રોલ રૂમમાંથી રોજના 5 હજાર ઈ-મેમો જનરેટ થાય છે

2 દિવસ ડ્રાઈવ યોજી, લોકોને શોધી 6 લાખ દંડ ભરાવડાવ્યો

^જેવાહનચાલકોને 5-10-15-20 ઈમેમો આવ્યા હતા અને દંડ ભરતા હતા. તેમના માટે નવેમ્બરમાં 2 દિવસ માટે ડ્રાઈવ યોજીને 6 લાખથી વધુ દંડ વસૂલાયો છે. > એ.એમ.પટેલ,એસીપીટ્રાફિક

અમેતો પૂરા નામ - સરનામાની સીડી પોલીસને આપી છે

^RTOએટ્રાફિક પોલીસને વાહનચાલકોના નામ-સરનામા સાથેની વિગતો વાળી સીડી આપી છે. અધૂરા સરનામા આપ્યાની ટ્રાફિક પોલીસની વાત ખોટી છે. > ઓ.આર.ભાવસાર,રજિસ્ટ્રેશનવિભાગ

ઈ-મેમો મોકલવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ખાસ સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી રોજના 5 હજાર ઈ-મેમો જનરેટ થાય છે.

RTOએ1 લાખ ચાલકોના અધૂરા સરનામાં આપ્યાં

આરટીઓદ્વારા તમામ વાહન માલિકના નામ-સરનામાની સીડી બનાવીને ટ્રાફિક પોલીસને આપે છે. જેમાંથી 1 લાખ ઈ-મેમો એવા છે કે જેના આરટીઓએ અધૂરા સરનામા આપ્યા છે. જેથી 1 લાખ મેમાં જે તે વાહનચાલક સુધી પહોંચ્યા નથી. બે લાખ વાહન ચાલકોના સરનામા બદલાઈ ગયા છે.

ત્રણ લાખ વાહનચાલકો એવા છે જેમને હજુ સુધી ઈ-મેમો પહોંચ્યા નથી

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા માટે CCTV કંટ્રોલ રૂમ શરૂ કરાયો

અન્ય સમાચારો પણ છે...