ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાહાટકેશ્વરના સૂર્યનગરમાં રહેતા 95 વર્ષીય માતાએ બીમારીના લીધે ખાવાનું છોડી દેતાં, 70 વર્ષના પુત્રે પણ અન્નનો ત્યાંગ કર્યો હતો. જેના કારણે માતાનું રવિવારે બપોરે 3:30 વાગે અવસાન થતાં, તેના શોકમાં પુત્રનું રાતના 12:30 વાગે અવસાન થયું હતું. 9 કલાકની અંદર માતા-પુત્રનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સુરેન્દ્ર વખારે (66)એ જણાવ્યું કે, મારા પિતા શિવલાલ વખારે અને માતા ગોદાવરી વખારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પારોડા ગામમાં રહેતા હતા. મારા મોટાભાઈ રામસેવક ‌(70) વર્ષો પહેલા હાટકેશ્વરમાં રહેવા આવી ગયા હતા. નિરમા કંપનીમાં નોકરી પૂરી કરી નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં હતાં. ગામમાં રહેતા માતા ગોદાવરીબેન (95) ઉંમરના કારણે માતા બીમાર રહેતાં હોવાથી લાડકા પુત્ર રામસેવક સાથે રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જેથી તેઓને જાન્યુઆરીમાં તેઓને હાટકેશ્વર લઈ આવ્યા હતા.

ગોદાવરીબેનથી બીમારીના લીધે પૂરતા પ્રમાણમાં અન્ન લેવાતું હતું. પુત્ર રામસેવક માતાને થોડું અન્ન ખવડાવતા હતા. 15 દિવસથી માતાએ અન્ન લેવાતા પુત્ર રામસેવકે પણ ‘મારી માતા અન્ન નથી લઈ શકતી,જેથી હું પણ નહીં લઉ’ જણાવી અન્ન છોડી દીધું હતું. જેથી રવિવારે બપોરે 3:30 વાગે માતા ગોદાવરીબેનનું નિધન થયું હતું. માતા ગુજરી જવાના શોકમાં તેમના લાડકા પુત્ર રામસેવકે રાતે 12:30 વાગે પોતાનો દેહ છોડી દીધો હતો. માતા-પુત્રનું ગણતરીના કલાકોમાં અવસાન થતાં ગોદાવરીબેનના બે પુત્રો સુરેન્દ્ર, નરેન્દ્રએ અંતિમ વિધિ કરી હતી.

^ હાટકેશ્વરની ઘટનામાં શરીરને અન્ન મળવાથી તેમજ આઘાત લાગવાના બંને કારણો જવાબદાર હોઈ શકે છે. માતા-પુત્રના કિસ્સામાં પણ એકબીજા પ્રત્યેનું અટેચમેન્ટ મુખ્ય કારણ છે. માતાના અવસાન બાદ અટેચમેન્ટના કારણે દિકરાને આઘાત લાગ્યો હોઈ શકે છે. > ડો.પ્રશાંતભીમાણી, મનોચિકિત્સક

આઘાત લાગવાથી થઈ શકે

ગોદાવરીબહેન

બીમારીના કારણે માતા જાન્યુઆરીથી પુત્ર સાથે રહેવા આવી : પુત્રે કહ્યું ‘માતા ખાઈ નથી શકતી તો હું પણ અન્ન નહિ લઉં’

બીમારીને લીધે 95 વર્ષની માતાએ ખાવાનું છોડી દીધું, 70 વર્ષના પુત્રે પણ અન્ન ત્યાગ કર્યો, 9 કલાકમાં બંનેનાં મોત

અન્ય સમાચારો પણ છે...