• Gujarati News
  • National
  • ગાંધીનગર |ગાંધીનગરનાં કરાઇ પાસે નર્મદા કેનાલ તથા સાબરમતી નદીને જોડતા

ગાંધીનગર |ગાંધીનગરનાં કરાઇ પાસે નર્મદા કેનાલ તથા સાબરમતી નદીને જોડતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગરનાં કરાઇ પાસે નર્મદા કેનાલ તથા સાબરમતી નદીને જોડતા સાઈફન પાસે રવિવારે બપોરે અમદાવાદનાં ઓઢવ વિસ્તારનાં 3 યુવાનો નાહવા આવ્યા હતા. જેમાં 2 યુવાનો રાજેશ પરમાર તથા ઋત્વિક પટેલ પાણીમાં ગરકાવ થતાં જોઈ તેના મિત્રએ બૂમાબૂમ કરી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કલાકોની શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ઝુંડાલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

કરાઇ પાસે નાહવા પડેલા ઓઢવના બે યુવાન ડૂબ્યા

અન્ય સમાચારો પણ છે...