તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેલ મહાકુંભની બ્લાઇન્ડ ક્રિકેટમાં વલસાડ પાલનપુરની ટીમ વિજેતા

ખેલ મહાકુંભની બ્લાઇન્ડ ક્રિકેટમાં વલસાડ-પાલનપુરની ટીમ વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડની ટીમ અબવ 18ની કેટેગરીમાં અને પાલનપુરની ટીમ અન્ડર 18ની કેટેગરીમાં વિજેતા બની હતી. વલસાડ અને ઇડરની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઇડરની ટીમે 12 ઓવરમાં 55 રન બનાવ્યા હતા. જ્યારે તેની સામે 3.2 ઓવરમાં વલસાડની ટીમ 55 રન બનાવી વિજેતા બનાવ્યા હતા. વલસાડ તરફથી હિતેશ પટેલે 36 રન બનાવ્યા હતા. પાલનપુર સામે ભાવનગરની ટીમે 12 ઓવરમાં 103 રન બનાવ્યા હતા. જ્યારે તેની સાથે પાલનપુરે 12 ઓવરમાં 2 વિકેટે 104 રન બનાવ્યા હતા. જેમાં બબાભાઇ ચૌધરીએ 54 રન બનાવ્યા હતા. અમદાવાદ સિટીની ટીમ સેમિફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Cricket
અન્ય સમાચારો પણ છે...