તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગીતા જયંતી મહોત્સવ

હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગીતા જયંતી મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગીતા જયંતી મહોત્સવ

અમદાવાદહરેકૃષ્ણમંદિર, ભાડજ ખાતે 30 નવેમ્બરે વાર્ષિક ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગીતા જયંતિ એક અતિ દિવ્યપર્વ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રિય સખા અર્જુનને ભગવદ્ ગીતાના અગૂઢ જ્ઞાનથી અવગત કરાવેલ હતો. દર વર્ષે માગશર સુદ ના અગિયારમાં દિવસે મહાન પર્વ ઉજવાય છે. ઉજવણીના ભાગરૂપે મંદિરમાં બપોરના 2.00 વાગ્યા થી સાંજના 6.30 સુધી ભગવદગીતાના 700 શ્લોકનું પઠન કરશે. ત્યારબાદ સાંજે 7 વાગે ગીતા મહત્વ વિશે વિશેષ પ્રવચન અને સાંજે 8 વાગે મહામંગલા આરતી યોજાશે. ડિસેમ્બર માસ દરમ્યાન ગીતા બુક મેરેથોન પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...