તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોરીમાં નિષ્ફળ જતાં નરોડાની દેના બેંકમાં તસ્કરોએ આગ લગાવી હતી

ચોરીમાં નિષ્ફળ જતાં નરોડાની દેના બેંકમાં તસ્કરોએ આગ લગાવી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તાહ પહેલા બેન્કમાં આગની ઘટનાનો ભેદ ઉકેલાયો

ચોરે સિક્યુરીટીની બંદૂક ચોરીને તિજોરી તોડવા કોશિષ કરી

દેના બેંકના મેનેજર કિરીટભાઈ સોલંકી (57)ની ફરિયાદ અનુસાર, 27 નવેમ્બરના રોજ સવારે 6:50 મિનિટે બેંકમાંથી ધુમાડા નીકળતા જોઈ કોમ્પ્લેક્સમાં રહેતા હર્ષ શાહે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બેંકના સ્ટોર રૂમ તેમજ બેટરી રૂમમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ઓલવી નાખી હતી. આગ ઓલવાયા બાદ કિરીટીભાઈ તેમજ બેંકના અન્ય કર્મચારીઓએ બેંકમાં સફાઈ કરાવવાની શરૂઆત કરી હતી. દરમિયાન બેંકના સિક્યુરિટી ગાર્ડ પ્રેમનાથ દાણીએ ડબલ બેરલ બોરની ગન બેટરી રૂમમાં આવેલ ગન બોક્સમાં મૂકી હતી. ગન બોક્સનો દરવાજો ખુલ્લો જણાયો હતો. જ્યારે તેમાં ગન પણ હતી. જ્યારે સીસીટીવીનું રેકોર્ડર સળગેલી હાલતમાં હતું. બેંકમાં કેશ તિજોરીની આગળની જાળીને તોડવાની કોશિષ કરાઈ હતી. જ્યારે ગોલ્ડની તિજોરી સલામત હતી, પરંતુ મેનેજરની કેબિનમાંથી ચાવીનો સેટ ચોરાયેલો હતો. બાથરૂમના બે સળિયા કાઢી નંખાયેલા હતા. જથી કોઈ વ્યક્તિએ બેંકમાં ઘૂસી ગાર્ડની બંદૂક ચોરી જાળી તોડવાની કોશિષ બાદ આગ લગાવી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...