તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નરોડામાં પતિ દ્વારા પત્નીને બેલ્ટથી ફાંસો આપવા કોશિષ

નરોડામાં પતિ દ્વારા પત્નીને બેલ્ટથી ફાંસો આપવા કોશિષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીએ સાસરિયાં વિરુદ્ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી

નરોડા સૈજપુર ખાતે રહેતી હિનાબાનું (નામ બદલ્યું છે)નાં લગ્ન નરોડામાં રહેતા હુસેન મન્સૂરી સાથે થયા હતા. હિનાને લગ્ન જીવન બાદ કોઈ બાળક નથી. હિનાનો આક્ષેપ છે કે, લગ્નના ત્રણ મહિના બાદ સાસુ મદીના,સસરા ઉસ્માનભાઈ અને પતિ હુસેન લગ્ન બાદ પિયરમાંથી કરિયાવર લાવી નથી તેમ કહીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નજીવન બગડે નહીં તે માટે હિના બધુ સહન કર્યા કરતી હતી. દરમિયાન લગ્નના સાતેક મહિના બાદ પતિ હુસેન મન્સૂરીએ હિનાને બેલ્ટથી ગળે ફાંસો આપવાની કોશિષ કરી હતી. જો કે હિનાએ પોતાના પતિને ધક્કો મારી પોતાને છોડાવી દીધી હતી. દરમિયાન 27 નવેમ્બરના રોજ રાતના હિના કપડાને ઈસ્ત્રી કરી રહી હતી. દરમિયાન પતિ હુસેને હિનાને ઈસ્ત્રી વડે શરીરે ડામ દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...