તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારે વરસાદને કારણે ટામેટાંના ભાવ પ્રતિકિલો રૂ. 60થી 70 થયા

ભારે વરસાદને કારણે ટામેટાંના ભાવ પ્રતિકિલો રૂ. 60થી 70 થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય સિઝનમાં ટામેટાંની આવકની સરખામણીએ અત્યારે 25 ટકા જેટલી આવક ઓછી થઇ છે. જેની સીધી અસર ટામેટાંના ભાવ પર જોવા મળી રહી છે. બીજી તરફ લગ્નગાળો શરૂ થઇ ગયો હોવાથી ટામેટાંનો એક મોટો જથ્થો કેટરર્સ અને રસોઇયાઓ ખરીદી લે છે. અમદાવાદના બજારોમાં ટામેટાં જુદા જુદા ભાવે વેચાઇ રહ્યાં છે.

મોલ્સમાં રૂ. 50થી 60 પ્રતિકિલો ચાલી રહ્યા છે. જ્યારે પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર સેટેલાઇટ, બોપલમાં રૂ. 60થી 70ના ભાવ બોલાઇ રહ્યાં છે. પૂર્વમાં કિલોદીઠ રૂ.50થી 60માં ટામેટાં વેચાઇ રહ્યાં છે.

વરસાદ અને ગરમીના કારણે ઉત્પાદન ઓછું

ખેડૂત આગેવાન ગૌતમ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને નવેમ્બર સુધી ગરમીનું પ્રમાણ રહેતા ટામેટાંનું ઉત્પાદન થયું નથી. ઠંડી મોડેથી શરૂ થતા ટામેટાંના છોડ પર જે ફૂલ આવવા જોઇએ તે લાગતા ઉત્પાદન થયું નથી.

ટામેટાંની40ની જગ્યાએ રોજ 15 ગાડી આવે છે

અમદાવાદએપીએમસીના સેક્રેટરી દીપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિઝનમાં ટામેટાંની રોજની 40 ગાડીઓ રોજની આવે છે. જેની સામે અત્યારે માત્ર રોજની 15 ગાડીઓ આવે છે. જે ટામેટાં આવે છે તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બેંગ્લોરથી આવે છે.

મોલ્સમાં રૂ.50થી 60 જ્યારે પોશ વિસ્તારમાં રૂ. 60થી 70નો ભાવ

ઠંડી મોડી શરૂ થવાથી ટામેટાંના છોડ પર ફૂલ બન્યાં

અન્ય સમાચારો પણ છે...