તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપના ઉમેદવારોને હરાવવા ભાજપના નેતાઓ મેદાનમાં

ભાજપના ઉમેદવારોને હરાવવા ભાજપના નેતાઓ મેદાનમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુધીની સૂચના આપી દીધી છે. એટલું નહીં, જાહેર સભા ઉપરાંત પ્રચાર-પ્રસારની કામગીરીમાં પણ જોડાવવાની પાછલે બારણે સૂચના આપી હોવાનું બહાર આવ્યુું છે.

સ્થાનિક સૂત્રોના કહ્યા પ્રમાણે વેજલપુર-નિકોલમાં ભાજપને કોંગ્રેસ સામે લડવા કરતા ભાજપના નેતાઓ સામે પહેલા તો લડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. વેજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક નેતાઓની નારાજગી છે. આવી રીતે નિકોલમાં પણ આવી સ્થિતિ છે. સ્થાનિક ઉમેદવાર પર પક્ષે ઉમેદવારી કરવાનો કળશ ઢોળતા વધુ એકવખત તેમના વિરોધીઓને નાપસંદ વ્યકિતને જીતાડવાની જવાબદારી આવી છે. પણ, વખતે કંઇક અલગ કરવાના મૂડમાં સ્થાનિક નેતાઓ હોવાનું જાણ‌વા મળ્યું છે.

તેમના વિરોધમાં સ્થાનિક નેતાઓએ સામે રણનીતિ અપનાવી છે. તેમણે તેમના ટેકેદારોને એવી સૂચના આપી છે કે તમારે ચૂંટણીમાં કોઇ સક્રિય કામગીરી કરવાની નથી. નિષ્ક્રિય રહીંને ચૂંટણીમાં કોઇ વિશેષ ભૂમિકા ભજવવાની નથી.

એવું મનાય છે કે, નેતાઓએ એવી સૂચના આપી છે કે, બુથ લેવલ સુધીની કામગીરીથી લઇને પ્રચાર-પ્રસાર કરવાની કામગીરીમાં પણ જોડાવવાનું નથી. જયારે જાહેરસભા જેવી બાબતોમાં પણ લોકોને લાવવા કે હાજર રહેવા સુધીની કામગીરી કરવાનું ટાળવાનું.

કોંગ્રેસ કરતાં ભાજપના નેતાઓ સામે પહેલા લડવું પડે તેવી સ્થિતિ કાર્યકરોને ઉમેદવારોની સભામાં કે પ્રચારમાં જોડાવવાની સૂચના

વેજલપુર-નિકોલના આગેવાનો ભાજપના ઉમેદવારોથી નારાજ

અન્ય સમાચારો પણ છે...