• Gujarati News
  • National
  • અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા BRTS દૂર કરો: વિપક્ષ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા BRTS દૂર કરો: વિપક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદકોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરેલા રૂા.6551 કરોડના મંજૂર કરેલા બજેટમાં વિપક્ષે રૂા.176 કરોડના સુધારા મૂકયા હતા. વિપક્ષે ભાજપે રજૂ કરેલા બજેટને અવાસ્તવિક ગણાવ્યુ હતુ. બજેટમાં ભાજપે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પર ભાર મૂકયો હતો ત્યારે કોંગ્રેસે પણ સમસ્યાને ચિંતાજનક ગણાવી તેને હલ કરવા બીઆરટીએસ દૂર કરવા માંગણી કરી હતી. ખાસ કરીને કોટ વિસ્તારમાં બીઆરટીએસના લીધે ટ્રાફિકની સમસ્યા વકરી છે.

વિપક્ષી નેતા દિનેશ શર્માએ કહ્યું કે, પૂર્વ વિસ્તારમાં 50 હજાર દર્શકોની ક્ષમતાવાળુ સ્ટેડિયમ બનાવાય, શહેરના પચાસ બગીચાઓમાં વાંચનાલય ઉભુ કરવા, ડીઝાઈનીંગ માટે પોતાનુ યુનીટ બનાવવા, વર્ષો જૂના બાકી રહેલા વાપ્રોપર્ટી ટેક્સ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં 18 ટકાના બદલે સાત ટકા વ્યાજ, તમામ ઝોનમાં ડોટર હોમ તથા વર્કીંગ વુમન હોસ્ટેલ બનાવવા સહિતના સુધારા રજૂ કર્યા હતા. પીરાણા ડમ્પીંગ સાઈટની ઉંચાઈ હવે ‌વધી ગઈ છે ત્યારે કચરો ડમ્પ કરવા નવી ડમ્પીંગ સાઈટ બનાવવા, શહેરના તમામ વિસ્તારોમાં ડ્રેનેજ તેમજ વોટર નેટવર્ક વિકસાવવા અંગેના સુધારા રજૂ કર્યા છે. તેમણે ઉમેર્યું કે, ભાજપે ગત વર્ષે બજેટમાં જે સુધારા મંજૂર કર્યા હતા તેમાં સંખ્યાબંધ કામો થયા નથી.

સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરેલા બજેટમાં વિપક્ષના 176 કરોડના સુધારા

અન્ય સમાચારો પણ છે...