તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દહેગામ: રેલ્વે ક્રોંસિગ પાસે ટ્રેનની અડફેટે કાર ચઢી ગઇ,જાનહાનિ ટળી

દહેગામ: રેલ્વે ક્રોંસિગ પાસે ટ્રેનની અડફેટે કાર ચઢી ગઇ,જાનહાનિ ટળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામતાલુકાના બબલપુરા પાસે આવેલા માનવરહિત રેલ્વે ક્રોસિંગ પાસે રવિવારે અમદાવાદથી ખેડબ્રહ્મા જતી ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેન આવતી હોવા છતાં ફાટક ઓળંગવાનો પ્રયાસ કરનાર અહમદપુરા ગામના રહેવાસી રાજેશ ઠાકોરની ગાડી ટ્રેનની અડફેટે ચડી ગઇ હતી. જેમાં કારના ચાલકને માથાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયો હતો.

અમદાવાદથી ખેડબ્રહ્મા જઇ રહેલી ટ્રેન દહેગામ પાસેના બબલપુરા પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે માનવ રહિત ક્રોસિંગ નજીક દહેગામ તાલુકાના અહમદપુરા ગામે રહેતા રાજેશજી ગાભુજી ઠાકોર નામના 35 વર્ષનો યુવાન કાર લઇ ખેતરથી પોતાના ઘરે જવા નિકળ્યો હતો. માનવરહિત રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેન આવતી હોવા છતાં કાર દોડાવીને ફાટકને ઓળંગવાનો પ્રયાસ કરતાં કાર ટ્રેનની અડફેટમાં આવી ગઇ હતી. ટ્રેનની જોરદાર ટક્કરથી કાર પાંચસો ફુટ જેટલી દુર ઢસડાઇ હતી.

બનાવના પગલે આસપાસના લોકો એકઠા થયા હતાં. અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે દહેગામના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાયો હતો. અકસ્માત અંગે હિમ્મતનગર રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દહેગામના બબલપુરા રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેન આવી રહી હોવા છતાં ફાટક ઓળંગવાનો પ્રયાસ કરવા દરમિયાન અહમદપુરા ગામાના રહેવાસી રાજેશ ઠાકોરની ગાડી ટ્રેનની અડફેટે ચડી ગઇ હતી. અકસ્માતમાં યુવાનને માથામાં ઇજા થઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ હતી.

ટ્રેન આવી રહી હોવા છતાં ફાટક ઓળંગવાનો યુવાનનો પ્રયાસ જીવલેણ બનતાં રહ્યો

અન્ય સમાચારો પણ છે...