તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ | પાલડીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મુસ્લિમબિરાદરો દ્વારા 12 ડિસેમ્બરના રોજ ઇદે મિલાદુન્નબીનો પ્રસંગ દર વર્ષની જેમ વર્ષે પણ ધામધૂમથી ઊજવશે. શનિવારના રોજ ઇદે મિલાદુન્નબી (સેન્ટ્રલ)કમિટી અમદાવાદની યોજાયેલી મિટિંગમાં કમિટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમાં જમાતના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓએ પણ ભેગા મળીને પ્રસંગને ધામધૂમથી ઊજવવાનું આશ્વાસન આપ્યું હતું.


અમદાવાદ | પાલડીમાંપંકજ જૈન સંઘ ખાતે ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિર ધ્વજારોહણ પ્રસંગે આચાર્ય હેમચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય પં.સંયમબોધિવિજયજી મ.સા.ના સહસ્ત્રકૂટ તપ (1024 ઉપવાસ)ની પૂર્ણાહુતિ પ્રસંગે રવિવારે અખંડ પ્રદક્ષિણા તથા ગુરુ સમર્પણ પર્વ ઊજવાયું હતું. સવારે 6 કલાકથી શરૂ થયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રાવકો ઉમટ્યા હતા. નિમિત્તે ગુરુમૂર્તિ સમક્ષ અષ્ટોપચારી મહાપૂજા, ગુરુગુણગાન, સ્મૃતિ મંદિરનો ધજારોહણ સમારોહ તથા તપસ્વી ગુરુ ભગવંતનું પારણું કરવામાં આવ્યું હતું. સવારે 7.30 કલાકે અખંડ પ્રદક્ષિણાનો કાર્યક્રમ શરૂ થયો હતો. પૂજ્ય ભગવંતને પારણાં કરાવવા માટે લોકોએ મોટીસંખ્યામાં ગુરુ મંદિર સહિતના દેવસ્થાનોની પ્રદક્ષિણા કરી હતી.

21 ડિસેમ્બરે ઇદે મિલાદુન્નબી

પંકજ જૈન સંઘમાં સહસ્રકૂટ તપની પૂર્ણાહુતિ, ગુરુ સમર્પણ પર્વ ઊજવાયું

અન્ય સમાચારો પણ છે...