તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉસ્માનપુરાથી તપસ્વીઓની શોભાયાત્રા નીકળી

ઉસ્માનપુરાથી તપસ્વીઓની શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપધાનનો તપસ્વી જ્યાં જાય ત્યાં જિનશાસન: રાજયશસૂરીશ્વરજી

સોલારોડજૈનસંઘ લબ્ધિવિક્રમનગરમાં જૈનાચાર્ય પૂ.રાજયશસૂરીશ્વરજી મ.સા ની નિશ્રામાં ઉપધાન તપનું આયોજન કરાયુ છે. રવિવારના રોજ નિમિત્તે વિરાટ રથયાત્રાનું આયોજન ઉસ્માનપુરા શાંતિનગરથી સોલા રોડ જૈનસંઘ સુધી કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રાવકો જોડાયા હતાં. સવારે 8.30 કલાકે ઉસ્માનપુરા શાંતિનગર ખાતેથી પ્રસ્થાન કરીને નારણપુરા, દેવકીનંદન સંઘ, પારસનગર થઇને સોલા રોડ સંઘ ખાતે પહોંચી હતી. સોમવારના રોજ સમસ્ત ઉપધાન તપના લાભાર્થીઓ અને આરાધકોનું વિશિષ્ટ બહુમાન કરાશે.

રથયાત્રામાં પ્રભુજીનો રથ, હાથી, ઘોડાગાડી, ૧૮ શણગારેલી બગીઓ, ૧૮ ઊંટગાડીયો, રાસ મંડળીઓ, નૃત્યકારો અને ઉપધાન તપના તપસ્વીઓ પોતાના કરકમલમાં મોક્ષમાળાને ધારણ કરીને જોડાયા હતાં. પ્રસંગે આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, પ્રભુની કરુણા, ગુરુની કૃપા ઝીલીને તમે સહુ ખારા સંસારમાં પ્રભુવીરના ઉપદેશની મીઠી વીરડી પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવજો. પુણ્યશાળીને આવા વિચારો આવશે. તમારી કરેલી આરાધનાની ફલશ્રુતિ તમે તમારુંં જીવન એવું પરિવર્તન કરી લેજો જોનારા તમારા તપની અનુમોદના કરે. ઉપધાન તપ કરનાર એટલે જાણે જૈન શાસનનો પ્રતિનિધિ છે. ઉપધાન તપ કરનાર એટલે જ્યાં જાય ત્યાં લાગે જાણે જીન શાસન આવ્યું. તકલીફ આવે તો પણ હવેથી રાત્રિ ભોજન કરવાનું નહીં. એકવાર જમ્યા પછી જમવાનું નહીં.

અન્ય સમાચારો પણ છે...