તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 33 જિલ્લાના પાંચ હજાર શિક્ષકોની સાતમા પગાર પંચના અમલની માંગ

33 જિલ્લાના પાંચ હજાર શિક્ષકોની સાતમા પગાર પંચના અમલની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાભાગવત વિદ્યાપીઠ ખાતે શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષકોએ સાતમાં પગારપંચના લાભ સહિતના પ્રશ્નોની ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા શિક્ષકોએ માંગ કરી હતી. અધિવેશનમાં 33 જિલ્લાઓમાંથી અંદાજે 5000 શિક્ષકો એક મંચ પર એકત્રિત થયા હતાં.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે જણાવ્યું હતું કે શિક્ષકે સજ્જતા કેળવવા જુદા જુદા શિક્ષણવિદો દ્વારા વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. અધિવેશનમાં રાજ્યના શિક્ષણ મંત્રી સહિતના શિક્ષણ વિભાગના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શિક્ષકોએ સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવા માંગ કરી હોવાનું કહેતા જણાવ્યું હતું કે વાહન ભથ્થું અન્ય સરકારી કર્મચારીઓની જેમ અનુદાનિત માધ્યમિક અને ઉ.મા.સ્કૂલોને મળવું જોઇએ. 17મી ડિસેમ્બરના ઠરાવ મુજબ ધોરણ-9થી 12નું સળંગ એકમ ગણી વર્ગ દીઠ બે શિક્ષકોના રેશિયાનો અમલ કરવો જોઇએ, શિક્ષણ સહાયકોના પાંચ વર્ષની નોકરીને સળંગ ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા અંગે, હિન્દી વિષયની પરીક્ષામાંથી મુક્તિ આપવા, ત્રિપલ સી પરીક્ષા પાસ કરી હોયા તેને મૂળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા, મહિલા શિક્ષકોને પ્રસૂતિની 135ના બદલે 180 દિવસની રજા અંગેનો પરિપત્ર કરવા આવે. શિક્ષકોને તમામ પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે.

મહિલા શિક્ષકને પ્રસૂતિ માટે 135ને બદલે 180 દિવસ રજાની માગણી

સોલા ખાતેના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી-ઉચ્ચ અધિકારીઓની હાજરી

અન્ય સમાચારો પણ છે...