તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ.20 લાખ સમજીને લૂંટ કરી, ઘરે જઈ જોયું તો 4 કરોડનું સોનું નીકળ્યંુ

રૂ.20 લાખ સમજીને લૂંટ કરી, ઘરે જઈ જોયું તો 4 કરોડનું સોનું નીકળ્યંુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4કરોડનું સોનું લૂંટનારા ભાઈ-બહેન સાગર ભાગચંદાણી અને પિંકી માટે લૂંટ બગાસું ખાતાં પતાસું મળ્યા જેવી સાબિત થઈ હતી. રૂ. 15 લાખનું દેવું ચુકવવા માટે બંનેએ લૂંટની યોજના ઘડી હતી. મીઠાખળી રસ્તા પાસેની એસઆઇએસ સિક્યોરિટી કંપનીમાંથી રૂ. 20-22 લાખ મળશે, તેવી ગણતરીએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઘરે જઈને બોક્સ ખોલ્યું તો 4 કરોડનું 14.200 કિલો સોનું નીકળ્યું હતું.

વૈભવી જીવન જીવતા સાગરને 15 લાખનું દેવું થઈ ગયું હતું. વ્યાજખોરો ઉઘરાણી કરતા હોવાથી દેવું ચૂકવવા સાગરે પિંકી પાસેથી રૂ. 4.50 લાખ લીધા હતા, જેથી સાગર પાસેથી પૈસા પાછા લેવા તેમજ લૂંટમાંથી બહારના કોઈ વ્યક્તિને હિસ્સો આપવો પડે તે માટે પિંકી લૂંટ કરવા તૈયાર થઈ હતી. સાગર અને પિંકી લૂંટ કરવા નીકળ્યા ત્યારે ઘરેથી હથોડી સાથે રાખી હતી અને સળિયો ધાબેથી મળ્યો હતો.

સાગરને વ્યાજે પૈસા આપનારા અને બુકી સામે પણ ગુનો દાખલ કરાશે

^સાણંદના બુકી વિકાસ પાસે સાગર સટ્ટામાં 11 લાખ હાર્યો હતો. કેફે કવ્વાલી હુક્કાબારમાં 4.50 લાખ બાકી હતા. સાગરે ઘાટલોડિયાના નરેન્દ્ર દેસાઈ, સોલાના કરણ દેસાઈ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. બુકી-વ્યાજખોરો સામે ગુનો નોંધાશે. > દીપનભદ્રન, ડીસીપી,ક્રાઇમ બ્રાન્ચ

CCTVમાં બાઈકની ઓળખ, FB પરના ફોટાની ટી-શર્ટથી પકડાયો

સાગરના પિતા જૂનાં વાહનો લે-વેચનો ધંધો કરે છે.મિત્ર અનિકેત શાહે સફેદ બાઇક વેચવા આપ્યું હતું, પરંતુ તેનો નંબર 420 હોવાથી વેચાતું નહોતું. સાગર તે બાઈક વાપરતો હતો. સીસીટીવીમાં બાઇક તેમજ સાગરે પહેરેલી ટી-શર્ટ અને ફેસબુકના ડીપીની ટી-શર્ટ મળતી આવી હતી.

સાગર અને તેની બહેન પિંકીને પોલીસ બુરખો પહેરાવીને લાવી હતી. ભાઈ-બહેને આટલી મોટી લૂંટને અંજામ આપ્યાની કદાચ પ્રથમ ઘટના છે.

મીઠાખળીની એસઆઈએસમાં ચાર કરોડની કિંમતના 14 કિલો સોનાની લૂંટ કરનારા ભાઈ-બહેન સીસીટીવીમાં ઝડપાયા હતા.

ઓળખ છતી થાય તે માટે ભાઈ-બહેને મોઢે બુકાની બાંધી હતી

દેવાદાર થયેલાં સાગર-પિંકીને બગાસું ખાતાં પતાસું મળ્યું

અન્ય સમાચારો પણ છે...