તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પણે સોની સોરી વિશે શું કામ જાણવું જરૂરી છે, તેનું

પણે સોની સોરી વિશે શું કામ જાણવું જરૂરી છે, તેનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણે સોની સોરી વિશે શું કામ જાણવું જરૂરી છે, તેનું કારણ છે. તે છત્તીસગઢની હતી, એક એવું સ્ટેટ જેને આપણે ભારતના નકશામાં સરળતાથી શોધી પણ નથી શકતા. અમદાવાદીઓ માટે કદાચ સરળ પણ છે, કેમ કે તે મહારાષ્ટ્ર અને ગુજરાતની સમાંતર સાવ પૂર્વના છેડે આવેલું છે. 2011માં છત્તીસગઢના દાંતેવાડાની એક આદિવાસી સ્કૂલ ટીચર સોરીને પોલીસ પકડી લે છે, કેમ કે તેણે અને તેના ભત્રીજાએ એટ્રોસિટીના પુરાવાઓને નુકશાન પહોંચાડ્યું હતું. તેને બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવી હતી.

‘ઇલેક્ટ્રિક શોક આપવા, મને નગ્ન બાંધી રાખવી, મારા ગુપ્તાંગોમાં પથ્થર ખોંસી દેવા, શું નક્સલવાદના પ્રશ્નોને ઉકેલવાનો રસ્તો છેω?’ - સોનીએ આવું સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્રમાં કહ્યું હતું. છત્તીસગઢમાં ખોટા એન્કાઉન્ટર્સ થવા સામાન્ય બાબત છે. હ્યુમન રાઇટ્સના કાર્યકરોનું કહેવું છે કે રેન્ડમલી કોઇ પણ છોકરીને પોલીસ ઉઠાવી લે છે, તેનો રેપ કરે છે, તેને ટોર્ચર કરે છે, જેલમાં ગોંધી રાખે છે અને કોઇ પણ જાતના કોર્ટ ટ્રાયલ વિના તેને નક્સલાઇટનું લેબલ આપી દેવામાં આવે છે. કદાચ તેનો વાંક માત્ર એટલો હોય છે, કે તે ના તો પોલીસ તરફી હોય છે, ના તો નક્સલાઇટ હોય છે. તે નિર્દોષતા માટે ન્યાય શોધ્યા કરે છે. બે અઠવાડિયા પહેલા, જ્યારે આપણે આપણાં ડિનર ટેબલ પર બેસીને જેએનયુના મુદ્દે ચર્ચાઓ કરતા હતા, ત્યારે સોરીએ એસિડ અેટેક ફેસ કર્યો હતો અને તેને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લઇ જવી પડી હતી. છત્તીસગઢ પોલિસે આવો કોઇ અેટેક થયો હોવાની અથવા કશાયમાં તેમનો હાથ હોવાથી વાતથી હાથ અદ્ધર કર્યા છે. સોની બહાદુરીથી કહે છે, કે ‘આ અટેકે મને હવે ચેલેન્જ આપી છે, હવે હું ના અટકી શકું.’ આને કોઇએ હેડલાઇન બનાવી નહોતી. તે લોકો સાચા છેω શું તમે એવું કહેશો કે તમને કોઇ ફર્ક નથી પડતો કેમ કે તે આદિવાસી છેω શું એક સ્ત્રી તરીકે તેની સાથે થયેલા અન્યાયથી પણ તમને કોઇ ફર્ક નથી પડતો.ω

અન્ય સમાચારો પણ છે...