તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાવડા ગામ પાસેથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

ભાવડા ગામ પાસેથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ્ક્રોઇતાલુકાના ભાવડા પાસેથી કણભા પોલીસે બાતમીને આધારે નાકાબંધી કરી વિદેશી દારૂની આઠ બોટલ, મોબાઇલ તેમજ બાઇક સાથે યુવાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.38700નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અંગે કણભા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી. દેવડાએ માહિતી આપતાં જણાવ્યંુ કે, અગાઉથી મળેલી બાતમીના આધારે ગતરાત્રીએ પેટ્રોિલંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર ભગવાનભાઇ તેમજ એ.એસ.આઇ જીવણભાઇ રેવાભાઇએ સંયુકત નાકાબંધી કરી અમદાવાદ-કઠલાલ હાઇવે ઉપર ભાવડા ગામના પાટીયા પાસે દરોડા પાડી ઓઢવના વિરલ સતીષચંદ્ર મોદીને ઝડપી લઇ તેની ઝડતી લેતા તેની પાસેથી વિદેશી દારૂની 8 બોટલ, એક મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂ.38700નો મુદામાલ જપ્ત કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંંટણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. પેટ્રોલિંગ દ્વારા વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દારૂની હેરાફેરી કરતાં તત્ત્વો સામે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે.

કણભા પોલીસે દારૂ સાથે આરોપીને ઝડપ્યો હતો.

પોલીસે બાઇક સહિત રૂ.38700નો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...