તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદના ઐતિહાસિક વારસાના જતન માટે રાજવી પરિવારો એક મંચ પર

અમદાવાદના ઐતિહાસિક વારસાના જતન માટે રાજવી પરિવારો એક મંચ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}હેરિટેજ સ્થળો ટુરિઝમ સ્પોટ તરીકે ડેવલપ કરવા

} પ્રવાસન ઉદ્યોગ દ્વારા રોજગારી સર્જન કરવું

} ઐતિહાસિક સ્થળોની જાળવણીને લઈને અવેરનેસ

કયા પડકારો છે?

}હેરિટેજ સ્મારકો, બિલ્ડિંગો, પેલેસની જાળવણી.

} ટ્રાફિકની સમસ્યા વચ્ચે સ્મારકોને નુકશાન વગર કામ.

} હેરિટેજ પ્લેસ પર સ્વચ્છતા.

} વિદેશી પ્રવાસીઓને સ્ટાર્ટ ટુ એન્ડ સુધીની માહિતી આપવી.

રાજવીઓ, ઈતિહાસવિદ, મ્યુનિ. કમિશનર અને ટ્રાફિક પોલીસ અધિકારીઓ વચ્ચે હેરિટેજ પ્લેસની જાળવણી પર પેનલ ડિશક્શન યોજાયું હતું.

સ્થાપત્યોના વિકાસ માટે પ્રાઈવેટ પાર્ટનરશિપ જરૂરી

‘ઐતિહાસિક સ્થળો સ્વચ્છ હશે તો લોકો મુલાકાત લેશે’

લુણાવડાનામહારાજ સિદ્ધરાજસિંહજીએ કહ્યું હતું કે, ‘વિદેશી પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક સ્થળોની ત્યારે મુલાકાત લેશે જ્યારે સ્થળો સ્વચ્છ હશે. સાથે વિદેશી પ્રવાસીઓ માટે પરિવહનની પણ ટોપ ક્લાસ સુવિધા અને કોમ્યુનિકેશન માટે વિદેશી ભાષાઓ જાણતા દુભાષિયા પણ રાખવા પડશે. લુણાવાડામાં જે રીતે હું પ્રવાસીઓ માટે સારા રસ્તાઓ બનાવી રહ્યો છું તેવી રીતે ગુજરાત સરકારે પણ શહેરના અંદરના અને સ્ટેટ હાઈવે ક્વોલિટિવાળી બનાવવા જોઈએ.’

મહરાણા મહેન્દ્રસિંહજી, દાંતા કહ્યુ કે હવે જ્યારે યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું છે ત્યારે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ વધી જશે. ગુજરાત હ્યદય એટલે અમદાવાદ, વળી ગુજરાતના સારા રસ્તાઓ પણ તેમા મદદ કરશે. દાંતા જેવા આદિવાસી વિસ્તારમાં પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિ માણવા આવે છે તેવી રીતે અમદાવાદમાં હવે લોકો પોળ કલ્ચર માણવા આવશે. ઝુલતા મિનાર, અડાલજ વાવ મારા ગમતા હેરિટેજ પ્લેસ છે. શહેરના દરેક ઐતિહાસિક સ્થળો મહત્વના છે પણ સવાલ છે લોકોને કયા પ્લેસ વધારે ગમે છે અને સ્થળો પર સ્વચ્છતા રાખીને આપણે આપણી ફરજ પુરી કરવાની છે.

} અમદાવાદમાં અાવેલા હાઉસ ઓફ એમ.જીમાં ગુજરાત અને રાજસ્થાનના મહારાજાઓ પાેતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

સિટી રિપોર્ટર | અમદાવાદ

શહેરનાહાઉસ ઓફ એમ.જી ખાતે ગઈકાલે ગુજરાત અને રાજસ્થાનના મહારાજાઓ, યુવરાજ, અને નવાબજાદાઓ અમદાવાદના હેરિટેજ વારસની જાળવણીને લઈને ભેગા થયા હતા. રાજવી પરિવારોએ હેરિટેજ વારસના જતન માટે તેઓ શું ફાળો આપી શકે તેના પર પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ગુજરાત રાજસ્થાનના રાજવી પરિવારોના ગેટ ટુ ગેધરમાં 15 રાજવી પરિવારના લોકોએ હાજરી આપી હતી.

‘પ્રદુષણ ઘટાડીને સિટીને વિદેશો જેવું સ્થાન આપી શકીશું’

બાલાસિનોરનાનવાબજાદી આલિયા સુલતાના બાબીએ કહ્યું હતું કે,‘એન્વાર્યમેન્ટ, પ્રદુષણ જેવા મુદ્દાઓ પર કામ કરીશું ત્યારે આપણે ગર્વ સાથે વિદેશોની તુલનામાં અમદાવાદને સ્થાન આપી શકીશું. મારો જન્મ અમદાવાદમાં થયો. જ્યારે મને અમદાવાદ આવવાનું બહાનું મળે છે ત્યારે હું ચૂકતી નથી. સિટી ખૂબ વાઈબ્રન્ટ, લાઈવ અને કલ્ચરલી ડિફરન્ટ છે.’

‘ઈતિહાસ રાણી પદ્માવતીના જોહરનો સાક્ષી છે’

જોધપુરનામહારાજ ગજસિંહજેએ કહ્યું હતું કે, ‘હેરિટેઝ સિટીનો દરજ્જો મળવાથી હવે અમદાવાદના આર્ટ, ક્રાફ્ટ, આર્કિટેક્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસ્કૃતિ ગ્લોબલ લેવલ પર ફેમસ થશે. પરંતુ બધા વચ્ચે સિટીની પરંપરા જળવાઈ રહેવી જોઈએ. સિટીના જૂના મ્યુઝિયમ અને ટેક્સટાઈલ મિલો પણ ઐતિહિસિક વારસામાં સામેલ છે. રાણી પદ્માવતી હતા કે નહીં તે આજે ચર્ચાનો વિષય છે. પરંતુ ઈતિહાસ રાણી પદ્માવતી અને તેમણે કરેલા જોહરની સાક્ષી છે. રાજપૂત મહિલાઓએ પોતાના સ્વભિમાન ખાતર અગ્નિસ્નાન કર્યું હતુ. જે દરેક રાજપૂત માટે ગર્વ લેવા જેવી બાબત છે.’

‘હેરિટેજ ટુરિઝમ હિસ્ટ્રોરિકલ ટુરિઝમ’

બરોડાનામહારાજા સમરજીતસિંહ ગાયકવાડ કહ્યુ કે હેરિટેજ ટુરિઝમ હિસ્ટ્રોરિકલ ટુરિઝમ છે. જેના લીધે રોજગારી સર્જન પણ થઈ શકે છે. જે બાબતને સરકારે સમજવી જોઈએ. વડોદરામાં આવેલા અમારા ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસને અમે એક વર્ષમાં હોટલમાં બદલવા જઈ રહ્યા છીએ. અમારી પાસે જેટલો ઐતિહાસિક વારસો છે તેને સંભાળી રાખવા અને મેઈન્ટેન કરવામાં સખત પરિશ્રમ કરવો પડે છે.

Royal Get to Gather

અન્ય સમાચારો પણ છે...