તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત બાર કાઉન્સિલે BCI સામે હાઇકોર્ટમાં મોરચો માંડ્યો

ગુજરાત બાર કાઉન્સિલે BCI સામે હાઇકોર્ટમાં મોરચો માંડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના (BCI) સભ્યને દૂર કરવાનો વિવાદ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા 20થી વધારે સભ્યોએ હાઇકોટમાં પિટિશન કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દ્વારા 25મી નવેમ્બરે કરેલા ઠરાવને હાઇકોર્ટમાં પડકાર્યો છે. બીસીજીની હાલની બોડીએ 17મી જૂન 2012ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે આર.જી.શાહની નિમણૂક કરાઈ હતી. મેડિકલ એઇડ આપવામાં પણ તેઓ સાઇનિંગ ઓથોરિટી હોવા છતાં પણ તેઓ હાજર રહેતા હતા.

પ્રેક્ટિસ એન્ડ વેરિફિકેશન રૂલ હેઠળ પણ શાહની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તેણે તેમની સાથે જે સભ્ય નિમણૂક કરી તેમાં ભરત ભગત ચેરમેન બીસીજી, હીરાભાઇ પટેલ બારના સભ્ય, મનન શાહ તે આર.જી,શાહના ભત્રીજા અને અલકેશ ગાંધી જે શાહના જુનિયર હતા તેમની નિમણૂક કરી હતી.

બીસીજીની ટર્મ પૂરી થવા આવવા છતાં પણ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઇ ગંભીર પ્રકારના પ્રયાસો કરાયા નથી. ઉપરાંત શાહ સામે ગંભીર આક્ષેપો કરતી અરજીઓ પણ બીસીજીને મળી હતી. જેથી 19 નવેમ્બર 2017ના રોજ બીસીજીએ અસાધારણ સભા બોલાવી આર.જી. શાહને તેમના પદ પરથી દૂર કર્યા હતા.

નવા સભ્ય માટે 26મી નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી. જે સામે બીસીઆઇએ તેમના સભ્ય માટે કોઇ ચૂંટણી યોજવા સામે સ્ટે આપી દઇ હાલની બોડીને સુપરસીડ કરવા સુધીના પગલાં લેવાની ચીમકી આપી હતી. જેથી બીસીજીએ ચૂંટણી હાલ પોસ્ટપોન્ડ રાખી છે. જેથી હાઇકોર્ટ સમક્ષ પિટિશન દ્વારા બીસીઆઇના નિર્ણયને રદ્ કરવા દાદ માગવામાં આવી છે.

બાર કાઉન્સિલનું હાલનું આંકડાકીય સ્ટેટસ

વેરિફિકેશનની સ્થિતિ આંકડા

કુલવકીલો 76000

વેરિફિકેશનનાજમા ફોર્મ 30795

યુનિવર્સિટીનેમોકલેલા ફોર્મ 9807

2010-15વચ્ચેના વકીલો 8000

2015પછીના વકીલો 3500

1975પહેલાના વકીલો 1400

ચૂંટણી માટે માગ કરાઈ

^વેરિફિકેશનનીકામગીરી ઝડપી થાય અને સુપ્રીમના આદેશ અનુસાર નિયત સમયમાં ચૂંટણી યોજાવા માટે યોગ્ય નિર્ણય લેવા પિટિશનમાં માગ કરી છે. > અનિલકેલ્લા, શિસ્તસમિતિના સભ્ય

અન્ય સમાચારો પણ છે...