તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુધારાની ચાલમાં બ્રેક: સેન્સેક્સ 106 પોઇન્ટ ડાઉન

સુધારાની ચાલમાં બ્રેક: સેન્સેક્સ 106 પોઇન્ટ ડાઉન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપી, મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ અને એફએન્ડઓ સેટલમેન્ટ પૂર્વે સાવચેતીનું વલણ

સેન્સેક્સ સાથે આઇટી, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયાલ્ટી, સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બીએસઇ ખાતે કુલ 2877 સ્ક્રીપ્સમાં સોદા થયા હતા. તે પૈકી 1386માં સુધારો અને 1333 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અને પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું.

આરકોમ સામે ચાઇના ડેવલોપમેન્ટ બેન્કે ઇન્સોલ્વન્સી કેસ દાખલ કર્યો હોવાની અફવા પાછળ આજે શેરમાં ચાર ટકાનું ધોવાણ નોંધાયું હતું. જોકે, કંપનીએ તે અંગે રદિયો આપ્યો હતો. તેના કારણે ઇન્ટ્રા-ડે 8.61 ટકા તૂટેલો શેર રિકવર થઇ છેલ્લે 3.37 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની 31 પૈકી 12 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી મારૂતિ 1.48 ટકા, એચડીએફસી 1.03 ટકા, કોલ ઇન્ડિયા 1.03 ટકા, એશિયન પેઇન્ટ 1.01 ટકા સુધર્યો હતો. જ્યારે એનટીપીસી, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, તાતા મોટર્સ, સન ફાર્મા, ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કમાં એક ટકા આસપાસ ઘટાડો નોંધાયો હતો.

ઓબ્ઝર્વેશનથીગ્લેનમાર્ક તૂટ્યો: ગ્લેનમાર્કફાર્માસ્યુટિકલ્સના બડ્ડી પ્લાન્ટના ઓડીટ પછી યુએસએફડીએના ઓબ્ઝર્વેશનના કારણે શેર 3.29 ટકા ઘટી રૂ. 571.80ની સપાટીએ બંધ રહ્યો હતો. તે પૂર્વે ઇન્ટ્રા-ડે 3.54 ટકા ઘટ્યો હતો.

ટેલિકોમમાંસ્ટોક સ્પેસિફિક: ટેલિકોમઇન્ડેક્સ 1.30 ટકાની નરમાઇ સાથે 1552.38 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ આરકોમ, ઇન્ફ્રાટેલ, ટીટીએમએલ, એચએફસીએલ, ભારતી, આઇડિયા વગેરેમાં એક ટકા ઊપરાંતનો ઘટાડો નોંધાવા સામે ઓનમોબાઇલ 4.97 ટકા, એમટીએનએલ 1.88 ટકા, વિન્ધ્ય ટેલિ. 1.58 ટકા, તેજસ નેટવર્ક 1.18 ટકા સુધર્યા હતા.

કન્ઝ્યુમરડ્યુરેબલ્સમાં સતત ઘટાડો: કન્ઝ્યુમરડ્યુરેબલ્સ ઇન્ડેક્સ આજે વધુ 196.93 પોઇન્ટ ઘટી 21320.41 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. ક્રોમ્પ્ટન સૌથી વધુ 3.22 ટકા ઘટી રૂ. 253.70 જ્યારે ટાઇટન 1.60 ટકા ઘટી રૂ. 818.10ની સપાટીએ રહ્યા હતા. જોકે, રાજેશ એક્સ્પોર્ટ, પીસી જ્વેલર્સ સહિતના જ્વેલરી શેર્સમાં આકર્ષણ રહ્યું હતું.

ડોલરસામે રૂપિયો વધુ 9 પૈસા સુધર્યો: ડોલરસામે રૂપિયો વધુ 9 પૈસાના સુધારા સાથે રૂ. 64.41ની સપાટીએ હતો. અન્ય કરન્સી સામે રૂપિયામાં સુધારાનું હવામાન હતું.

વૈશ્વિકશેરબજારોમાં મિક્સ ટ્રેન્ડ: વૈશ્વિકશેરબજારોમાં હવામાન મિક્સ રહ્યું હતું. યુરોપિયન શેરબજારોમાં સુધારો રહ્યો હતો. જ્યારે એશિયાઇ સાધારણ નરમાઇનો ટોન રહ્યો હતો.

એફઆઇઆઇસુસ્ત: વિદેશીનાણાકીય સંસ્થાઓની પણ આજે સાવ રૂ. 12.24 કરોડની નજીવી નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની 428.15 કરોડની નેટ વેચવાલી હતી.

મર્ક ઇલે. 19.5% ઊછળ્યો

કંપની બંધ ઊછાળો

BRFL211.9019.92

મર્કઇલે. 52.0519.52

એમઆઇસી10.1618.28

બીપીએલ79.6516.45

મિડકેપમાંમિક્સ ટ્રેન્ડ

કંપની બંધ +/-%

આઇજીએલ326.704.61

બાયોકોન432.304.17

જીએમઆર18.15-4.47

આરકોમ12.90-3.37

22 કંપનીઓ ધરાવતો ભારત 22 ઇટીએફ રૂ. 35.97ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 36.30ની સપાટીએ લિસ્ટેડ થયા બાદ ઇન્ટ્રા-ડે વધી રૂ. 37.38 થઇ છેલ્લે 37.33ની સપાટીએ બંધ રહ્યો હતો. જે રૂ. 1.36 એટલેકે 3.78 ટકાનો સુધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં રૂ. 14500 કરોડ ફંડ મારફત મેળવ્યા હતા. જેમાં રૂ. 32000 કરોડની બિડ્સ મળી હતી. જેમાં એક તૃતિયાંશ હિસ્સો વિદેશી રોકાણકારોનો રહ્યો હતો. ICICI પ્રુડેન્શિયલ મ્યુ. ફંડ ભારત 22- ઇટીએફનું મેનેજમેન્ટ કરે છે.

ભારત 22 ઇટીએફ 3.8 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો

અન્ય સમાચારો પણ છે...