• Gujarati News
  • મોદીની યાત્રા વખતે યુએસમાં રેલીની પાટીદારોને મંજૂરી

મોદીની યાત્રા વખતે યુએસમાં રેલીની પાટીદારોને મંજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીનું રેડિયો પ્રસારણ અટકાવવા મહાગઠબંધનની માગ

મનની વાત મનમાં રાખો

કોંગ્રેસ,જનતાદળ(યૂ) અને રાષ્ટ્રીય જનતા દળે બિહાર વિધાનસભા ચૂંટણીઓ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સામે પ્રતિબંદ લાદવાની માગ કરી છે. અંગે વાતચીત કરવા માટે ચૂંટણી પંચ પાસે મુલાકાત માટે ગુરુવાનો સમય માગવામાં આવ્યો છે.જોકે, ચૂંઠણી પંચના સૂત્રોના અનુસાર ‘મન કી બાત’ સામે પ્રતિબંધ લાદવાનો હાલ કોઇ વિચાર નથી. સૂત્રોના અનુસાર પીએમ મન કી બાતમાં દેશને સંબોધન કરે છે, તેમાં માત્ર બિહારની વાત નથી થતી. તેમ છતા પંચ મુદ્દે વિચાર કરી રહ્યું છે.

મહાગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ચૂંટણી પંચના એક અધિકારીના અનુસાર દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કાર્યક્રમની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તેની તપાસમાં પરિણામ સામે આવ્યુ હતું કે ‘મન કી બાત’ આખા દેશ માટે છે. જો કાર્યક્રમમાં કોઇ એવી વાત થઇ હોય, જેનાથી મતદાતાઓ પર અસર પડી હોય તો તેની સામે પગલા લેવાશે. મહાગઠબંધનનાં નેતાઓનું કહેવુ છે કે ચૂંટણી સમયે મન કી બાત કહેવી આચાર સંહિતાનો ભંગ છે. જેડીયૂએ કહ્યું હતું કે પીએમ કાર્યક્રમમાં પોતાના રાજકારણની મનની વાત કરી રહ્યા છે. ...અનુસંધાન પાનાં નં.16સત્તાનો દુરઉપયોગ છે. કોંગ્રેસે કહ્યું હતું કે રવિવારે સરકારી રેડિયો પરથી પ્રસારિત થનારા સંબોધનનો ઉપયોગ બિહાર ચૂંટણીઓ પહેલા મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કરી શકે છે.}વડાપ્રધાન જાણે છે, ક્યારે બોલવું : માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું હતું કે વિપક્ષ વડાપ્રધાન સામે શરતો લાદી ના શકે, દેશના વડાપ્રધાન સારી રીતે જાણે છે કે ક્યારે શું બોલવું અને ક્યારે બોલવું નહીં. રામ માધવે કહ્યું હતું કે વડાપ્રધાને ક્યારે બોલવુ અને ક્યારે નહીં, તે વિપક્ષ નક્કી નહીં કરે. અમે તે નક્કી કરીશુંં. અમે તમે કહેશો ત્યારે નહીં બોલીએ.હરિફોને મોદી સામે વાંધો છે

ભાજપે મન કી બાત સામે પ્રતિબંધની માગ કરનારા પોતાના હરીફોની ટીકા કરતા કહ્યું હતું કે તેમને વડાપ્રધાન મોદી જે કાંઇપણ કરે છે તેની સામે વાંધો છે.}મહાગઠબંધનની હતાશા દેખાઈ રહી છે : ભાજપ

ભાજપેઆજે મહાગઠબંધનની ‘મન કી બાત’ પર પ્રતિબંધની મહાગઠબંધનની માગની ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં તેમની દેખિતી હારને પારખી જતા હતાશામાં આમ કરી રહ્યા છે. ભાજપે કહ્યું હતું કે ગઠબંધન નેતાઓ દિવાલ પર લેખિતમાં જોઇ રહ્યા છે કે વિકાસના નામે લડાઈ રહેલી ચૂંટણીમાં તેઓ પરાજયનો સ્વાદ ચાખશે.

મન કી બાતને મંજૂરીથી ભાજપને લાભ થશે : મહાગઠબંધન

મહાગઠબંધનના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને કહ્યું હતું કે વડાપ્રધાનને ‘મન કી બાત’ કરવાની મંજૂરી આપવાથી ભાજપને સંપૂર્ણપણે અયોગ્ય ફાયદો આપવાની વાત રહેશે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પવિત્રતાને જાળવી રાખવા જરૂરી સમાનતા પ્રભાવિત થશે.

પ્રતિનિધિમંડળ આજે ફરી ચૂંટણીપંચને મળશે

ચૂંટણી પંચને રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા, પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંગવી, જનતા દળ(યૂ) મહાસચિવ કે.સી.ત્યાગી, પાર્ટીના રાજ્યસભા સાંસદ પવન વર્મા અને આરજેડી પ્રવક્તા મનોજ ઝા સામેલ હતા. આજે તેઓ ફરી ચૂંટણીપંચને મળશે

જોકે ચૂંટણીપંચ કહે છે હાલ તો પ્રતિબંધનો વિચાર નથી, મતદાન પર અસર થશે તો પછી જોઈ લઈશું

મુંબઈમાં વડાલાના સૌથી ધનાઢ્ય ગણપતિ

વડાલા જીએસબી સેવા મંડળના ગણપતિ મુંબઈના સૌથી ધનાઢ્ય માનવામાં આવે છે. તેની પર લગભગ રૂ. 25 કરોડનાં સોનાનાં આભૂષણ ચઢાવવામાં આવે છે, જ્યારે ગણેશમૂર્તિ, સોનાનાં આભૂષણો અને આગ, આતંકવાદ અને રમખાણથી ભક્તોની સુરક્ષા માટે રૂ. 260 કરોડનો વીમો લીધો છે.