• Gujarati News
  • 300 સ્ટુડન્ટસના સર્વેના આધારે કરાયો ફેરફાર

300 સ્ટુડન્ટસના સર્વેના આધારે કરાયો ફેરફાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વિદેશી યુનિવર્સિટી અને કોલેજોમાં એમબીએ કરવા માગતા સ્ટુડન્ટસ માટે ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડિશન કાઉન્સિલે ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (જીમેટ)માં કેટલાક ચેન્જ કર્યા છે. ચેન્જ એમબીએ એક્સપર્ટ્સ પાસેથી આવેલા સજેશનના આધારે કરાયો છે. નવા ચેન્જ અંતર્ગત હવે સ્ટુડન્ટસએ નવો ટેસ્ટ આપવા માટે 31 દિવસ રાહ જોવાની જરૂર નહી પડે ઉલટાનું સ્કોર સારો હોય તો 16 દિવસ પછી રિટેસ્ટ આપી શકાશે. બીજો મોટો ચેન્જ છે જેમાં હવે કોઈ પણ જીમેટ સ્કોર રિપોર્ટ ઉપર પાછળના ફેલ એટલે કે કેન્સલ સ્કોરનો ઉલ્લેખ નહી કરાય કે પાછળના ટેસ્ટમાં ફેલ થયાની સૂચના કોઈ બી-સ્કૂલને પણ નહી અપાય.

સર્વેનામાધ્યમથી નક્કી કરાયું : ઓનલાઈનસર્વેમાં 3 હજાર સ્ટુડન્ટસમાંથી 85 ટકા સ્ટુડન્ટસે કહ્યું કે તેઓ પોતાના સ્કોર રિપોર્ટમાં કેન્સલ સ્કોરની ડિટેલ ઈચ્છતા નથી. તે સિવાય હવે ઓનલાઈન ઓફિશિયલ સ્કોર જોવા માટે ઓથેન્ટિકેશન કોડ હવે ટેસ્ટ સેન્ટર દ્વારા અપાશે. હવે બર્થડેટ રજિસ્ટર કરીને સ્કોર જોઈ શકાશે. વધારે જાણકારી માટે સ્ટુડન્ટસ www.mba.com/indiaની વેબસાઈટ પણ વિઝીટ કરી શકે છે.