• Gujarati News
  • રોકાણકારોએ સટ્ટાના મોહમાં ફસાવું નહિં : સેબી

રોકાણકારોએ સટ્ટાના મોહમાં ફસાવું નહિં : સેબી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેરબજારદેશના વિકાસનું બેરોમિટર છે ત્યારે તેમાં રોકાણથી દૂર નહિં પરંતુ તેમાં સતર્કતા અને હોંશિયારી રોકાણકાર માટે જરૂરી છે. ખાસ ધ્યાન રાખવું કે રોકાણકારે ક્યારેય વધુ રિટર્નના મોહમાં ગેરમાર્ગે દોરવાવું નહિં તેમ સેબીના ચેરમેન યુકે સિન્હાએ જણાવ્યું હતું. અમદાવાદ ખાતે ઇન્ડિયન સ્કુલ ઓફ માઇક્રો ફાઇનાન્સ દ્વારા નાણાંકીય જાગૃતત્તા પર યોજાયેલ સેમીનારમાં સિંહાએ નવા રોકાણકારોને શિખામણ આપી હતી કે પોન્ઝી સ્કીમથી દૂર રહેવુ જ્યારે એકસપર્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ મારફત તેમજ અલગ-અલગ યોજનાઓ દ્વારા પ્રવેશ કરી શકે છે. રોકાકારોએ કોઇ પણ પ્રકારની પ્રલોભનમાં આવી જવું નહીં. સેબીએ 1800227575 રોકાણકર્તા માટે કોઇ પણ પ્રકારની જાણકારી માટે ટોલ ફ્રી નંબર સ્થાપિત કર્યો છે જેના દ્વારા રોકાણકાર જે-તે કંપનીની માહિતી તેમજ કંપની લિસ્ટેડ છે કે નહિં તેની પણ જાણકારી પુરી પાડવામાં આવશે. છેલ્લા મહિનામાં ટોલ ફ્રી નંબરનો લાભ દોઢ લાખથી પણ વધુ રોકાણકારોએ મેળવ્યો છે. ઉપરાંત રોકાણકાર દ્વારા થતી ફરિયાદોની નિવારણનો સમય155 દિવસ થતો હતો તે ઘટાડીને 38 દિવસમાં તેનો ઉકેલ આવી જાય છે. ભારતીય શેરબજારમાં લોંગટર્મ એટલે કે 10-15 કે 20 વર્ષના ગાળા માટે જો રોકાણ કરવામાં આવે તો રોકાણકર્તાને સરેરાશ 10-15 ટકા જેટલું રિટર્ન મળે છે. જે વિદેશી રોકાણકાર સંસ્થાઓનું રોકાણ આવી રહ્યું છે તેમાં સૌથી વધુ રોકાણ પેન્શનફંડમાં છે. EPFO પણ કર્મચારીઓનું 5 ટકા બચત મૂડી બજારમાં આવશે તેવો નિર્દેશ કર્યો હતો. સેવાબેંકના એમડી-ઇન્ડિયન સ્કુલ ઓફ માઇક્રોફાઇનાન્સ ફોર વુમનના ટ્ર્સ્ટી જયશ્રીબેન વ્યાસે આગામી દિવસોનું પ્લાનિંગ કરી રોકાણ કરવા અનુરોધ કર્યો હતો.

નાના ઉદ્યોગો વેગ આપવા માટે બીએસઇ ખાતે વધુ એક પ્લેટફોર્મની આકાર લેશે તેવા સંકેતો છે. એમએસએમઇ સેક્ટર માટે અલગ પ્લેટફોર્મ નક્કી કરીને 100 થી વધુ લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ બીએઇ ખાતે કરવામાં આવ્યો છે તેમ હવે નાના અને નવા સાહસિક ઉદ્યોગ માટે સ્ટાર્ટઅપ દ્વારા એક અલગ લિસ્ટીંગ પ્લેટફોર્મની વિચારણા ચાલી રહી છે. નવા-નવા નાના પાયે મૂડીરોકાણ કરીને પોતાનું વર્ચસ્વ મેળવવા માટે આગળ આવી રહ્યાં છે ત્યારે નવું પ્લેટફોર્મ ઉદ્યોગ સાહસીકો માટે ફાયદાકારક સાબીત થશે.

મેન્યુફેક્ચરીંગ તથા સર્વિસ સેક્ટર શેરબજારનું હાર્ટ

^શેબજારનીતેજી-મંદીનું મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટર છે. દેશમાં જેટલો ઝડપભેર સેક્ટરમાં ગ્રોથ આવશે તેમ માર્કેટ મજબૂત બની શકશે. મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ આગળ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા લોંગટર્મ માટે પોઝિટીવ આશાવાદ છે. જોકે, વૈશ્વિક બજારોની અસર પડે છે પરંતુ તે ક્ષણિક હોય છે. ફેડ વ્યાજદરમાં વધારો કરે તો તેની અસર ભારતીય માર્કેટ પર શોર્ટટર્મ માટે આવી શકે પરંતુ લોંગટર્મ માટે ઉત્કૃષ્ઠ દેખાવની આશા છે. > આશિષકુમારચૌહાણ, સીઇઓ,એમડી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ.

સ્ટાર્ટઅપ માટે પણ BSEખાતે અલગ પ્લેટફોર્મ બનાવાશે

જાગૃતતા|મૂડી બજાર દેશના વિકાસનું બેરોમિટર છે ત્યારે ક્ષેત્રમાં રોકાણ માટે સમજ જરૂરી