• Gujarati News
  • સૌરાષ્ટ્ર મેલ અને માલગાડી એક ટ્રેક પર આવી ગઈ

સૌરાષ્ટ્ર મેલ અને માલગાડી એક ટ્રેક પર આવી ગઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખાથીગુરુવારે બપોરે ઊપડી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી માલગાડી બજરંગપુર અને લખતર સ્ટેશન વચ્ચે એક ટ્રેક પર આવી ગઈ હતી. રાતના અંધારામાં બંને ટ્રેન એક ટ્રેક પર આવી જતા બન્ને ટ્રેનના ડ્રાઈવરોએ ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન અટકાવી દેતા ગંભીર અકસ્માત ટળ્યો હતો. બન્ને ટ્રેન રોકાઈ ત્યારે તેમની વચ્ચે માંડ 25થી 30 ફૂટનું અંતર રહ્યું હતું.