• Gujarati News
  • રિવરફ્રન્ટ કાંકરિયા દિવાળી સુધીમાં ફ્રી વાઈફાઈ ઝોન બનશે

રિવરફ્રન્ટ-કાંકરિયા દિવાળી સુધીમાં ફ્રી વાઈફાઈ ઝોન બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ કેટલાક શહેરોને ફ્રી વાઈફાઈ સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીને વાઈફાઈ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અમદાવાદને પણ વાઈફાઈ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં હાલ સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક વિસ્તારને વાઈફાઈ બનાવવામાં આવશે અને હાલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સફળતા મળતા બન્ને વિસ્તારોને દિવાળી સુધીમાં વાઈફાઈ ઝોન જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે જ્યાં લોકોને શરૂઆતમાં ફ્રી વાઈફાઈ સુવિધા પૂરી પડાશે તેમ અમદાવાદ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટના પ્રિન્સિપલ જનરલ મેનેજર મનજીતસિંહ ધિલ્લોને જણાવ્યું હતું.

ધિલ્લોને વધુ માહિતી આપતા જણાવ્યું કે, બીએસએનએલ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક (એઓએફએન), નેક્સ્ટ જનરેશન નેટવર્ક (એજીએન), વાઈફાઈ હોટ સ્પોટ, મોબાઈલ વોલેટ જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના ભાગરૂપે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ઝડપી સુવિધા પૂરી પાડવા માટે બીએસએનએલએ અમદાવાદના ફિક્સ લાઈનના ગ્રાહકો માટે એનજીએન ટેક્નોલોજી અમલમાં મૂકી છે.

માસીના ફોટા આવ્યા છે

તો ચલને આપણું નેટ વાપર્યા વગર કાંકરિયા બેસીશું અને ફ્રીમાં ચેટિંગ પણ કરીશું.

અરે તું રસોઈ બનાવીને તૈયાર રાખ હું રિવરફ્રન્ટ પર જઈને ડાઉનલોડ કરીને આવું છું.

આવા લોકોનાકારણે ટ્રાફિકની સમસ્યા વધવાની સાથે ત્યાંથી પસાર થતી યુવતીઓ છેડતીનો ભોગ બને છે. ઉપરાંત ગંદુ સાહિત્ય મફતમાં મળતું હોવાથી યંગસ્ટર્સ બીભત્સ ક્લિપિંગ્સના રવાડે ચઢી રહ્યાં છે.

સુરત કોર્પોરેશને12 ઝોન ઓફિસોને વાઇફાઈ કરતાં ઓફિસની આસપાસ ટપોરીઓનો જમાવડો રહે છે જે બીભત્સ ક્લિપિંગો ડાઉનલોડ કર્યા કરે છે.

ચેતવણી |ફ્રી વાઈફાઈ સેવાની આડઅસરો પણ છે

આઈિડ્યા ખોટો નથી!