તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા - સાબરમતી રેલવે સ્ટેશન પર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુવિધા - સાબરમતી રેલવે સ્ટેશન પર

વિકલાંગો માટે રેમ્પ બનાવવાની યોજના

અમદાવાદ |સાબરમતી રેલવે સ્ટેશન (બ્રોડગેજ) પર આવતા જતા વિકલાંગ પેસેન્જરો માટે અત્યાર સુધી રેમ્પની સુવિધા હતી. અંગે વારંવારની રજૂઆત બાદ છેવટે અમદાવાદ ડિવિઝન દ્વારા વિકલાંગો માટે સ્ટેશન પર રેમ્પ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી તેમજ ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો દ્વારા અમદાવાદ આવતા જતા લોકો માટે સાબરમતી સ્ટેશન મુખ્ય મથક બની રહ્યો છે. જેના પગલે રેલવે વિભાગ દ્વારા પેસેન્જરો માટે વધુને વધુ સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જેમાં વિકલાંગો માટે રેમ્પ બનાવવાની સાથે ટ્રેનોના આવવા જવાના સમયે સ્ટેશન બહાર વાહનોની ભીડ થાય તે માટે થ્રી લેન સિસ્ટમ બનાવી છે. જેમાં રિક્ષા તેમજ અન્ય વાહનોને અલગ અલગ લેનમાંથી પસાર થવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...