• Gujarati News
  • એરંડામાં ઘટાડો અટક્યો : જીરૂમાં સુસ્તી

એરંડામાં ઘટાડો અટક્યો : જીરૂમાં સુસ્તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયાસામે ડોલરમાં મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં રૂ, જીરૂ, દિવેલમાં નિકાસ વેપારો સાવ ઠંડા છે. વૈશ્વિક બજારોમાં મંદીના કારણે નિકાસ વેપારો અટક્યા છે. રૂ બજારમાં ભાવ ઘટવા છતાં હજુ નિકાસમાં પેરીટી હોવાથી વેપાર ઠંડા છે. સિઝનના અંત સુધીમાં 65-70 લાખ ગાંસડીથી વધુના નિકાસ વેપારો થાય તેવા સંકેતો નથી. જ્યારે દિવેલમાં પણ નિકાસ અભાવે હાજરમાં એરંડામાં મજબૂતી અટકી રહી છે. ખાદ્યતેલોમાં ભાવ આજે સાંકડી રેન્જમાં અથડાઇ ગયા હતા.

ખાદ્યતેલોમાંસુસ્તી :ખાદ્યતેલોમાં નબળાવેપારે ભાવ સપાટી સાંકડી રેન્જમાં અથડાઇ ગઇ છે. આજે સિંગતેલ માં 7-8 ટેન્કરના કપાસિયા તેલમાં 42-45 ટેન્કરના કામ હતા. લુઝ રૂ.910-915, તેલિયા રૂ.1415-1418 બોલાતા હતા. કપાસિયાના અમદાવાદ ખાતે નવા ડબ્બાના રૂ.1100-1140 રહ્યાં છે. સિંગતેલમાં હવે રૂા.1550ના ભાવની મંદી અગ્રણી ટ્રેડરો નકારી રહ્યાં છે.

એરંડામજબૂતી: એરંડાહાજરમાં આવકો કપાઇ ગઇ છે. દૈનિક આવકો 35-37 હજાર બોરીની રહી છે જેમાં ભાવ મજબૂત બની ઉપરમાં રૂા.780 અને નીચામાં રૂા.725 ક્વોટ થઇ રહ્યાં છે. વાયદો પણ મજબૂત બની ફરી રૂા.4000ની સપાટી ક્રોસ કરીને રૂા.4011 ક્વોટ થતો હતો.જીરૂમાં નબળાનિકાસ વેપાર : ડોલરમજબૂત છતાં જીરૂમાં નિકાસને વેગ મળતો હોવાથી તેજી અટકી ગઇ છે. જોકે, વૈશ્વિક નબળા પાક સામે ગમે ત્યારે માગ ખુલતા બજારમાં સારા માલોમાં શોર્ટેજથી તેજી આવી શકે તેવું અંદાજાઇ રહ્યું છે. અત્યારે આવકો માત્ર 13-15 હજાર બોરી સામે સારા માલોમાં રૂા.3600 અને નબળા માલોમાં રૂા.2500 બોલાઇ રહ્યાં છે.