• Gujarati News
  • National
  • મહિલા પોલીસ સ્ટેશનને બે માસથી પાણી મળતું નથી : ટેન્કરને સહારે

મહિલા પોલીસ સ્ટેશનને બે માસથી પાણી મળતું નથી : ટેન્કરને સહારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાપોલીસ સ્ટેશનનો સ્ટાફ છેલ્લા બે મહિનાથી પાણી વગર હેરાન થઇ રહ્યો છે. પોલીસ સ્ટેશનની બહાર થયેલા ખોદકામને લીધે પાણીનું કનેક્શન તૂટી જતા મીઠાખળી આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં પાણી આવતું નથી. જેના લીધે 2 મહિનાથી મહિલા પોલીસ સ્ટેશનના ખર્ચે દિવસના બે પાણીના ટેન્કર મંગાવવા પડે છે. તેમજ પોલીસ સ્ટેશનની બહાર રોડ સાઇડ કચરાના ઢગથી પણ તેઓ પરેશાન થઇ ગયા છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં એસીપી સહિત 79 મહિલા અને 15 પુરુષો મળીને 94 લોકોનો સ્ટાફ છે. પોલીસ સ્ટેશનના ખર્ચે દિવસના બે પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં રહેલા 4 શૌચાલયમાંથી એક તૂટેલું છે. પાણીની તંગીને લીધે બે શૌચાલયની ગટર લાઇન જામ થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે મહિલા પોલીસ સ્ટેશના એસીપી ટેન્કર બાદ હવે નવી પાણીની ટાંકી મંગાવી છે. પોલીસ સ્ટેશની એક સમસ્યા ઉકેલાય ત્યાં બીજી ઊભી હોય તેમ પાણીનો પ્રશ્નને પહોંચી વળવાનો પ્રયાસ થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ પોલીસ સ્ટેશનની બહારના જાહેર રોડના પોલીસ સ્ટેશનના ખૂણે કચરાના ઢગ થયા છે. તો છેલ્લા 8 મહિનાથી પોલીસ કર્મીઓને પીવાનું પાણી પણ બહારથી મંગાવવું પડે છે. શહેરમાં બે નવા પોલીસ સ્ટેશન તૈયાર હોવા છતાં ક્યાં સુધી મહિલા પોલીસે પ્રાથમિક સમસ્યાઓની વચ્ચે રહેવું પડશે, સવાલ આજે પણ ઉકેલાયો નથી.

પોલીસ સ્ટેશન પીવાનું પાણી પણ પોતાના ખર્ચે મંગાવે છે

પોલીસ સ્ટેશન બહાર ખોદકામથી પાણીની લાઈન તૂટી ગઈ

અન્ય સમાચારો પણ છે...