• Gujarati News
  • National
  • જેલવાસ બાદ ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ ભજવ્યો

જેલવાસ બાદ ગુજરાતી ફિલ્મમાં વિલનનો રોલ ભજવ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુખ્યાત મહંમદહુસેન ઉર્ફે ટેમ્પોની વસ્ત્રાપુરથી અટક

ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત ‘મહંમદહુસેન ઉર્ફે ટેમ્પા’ની હથિયારો સાથે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર સિંધુભવન ખાતે 18 મેના રોજ થયેલા ફાયરિંગમાં પોલીસ ‘ટેમ્પા’ની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ ચોપડે ‘માથાભારે’ ગણાતા ‘ટેમ્પા’ની રિયલ લાઈફ અને રીલ લાઈફ બંને કહાની ઈન્ટરેસ્ટિંગ છે. ટેમ્પાએ વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મ ‘માથાભારે’માં વિલનની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

ઉત્તરપ્રદેશનો મૂળ રહેવાસી મહંમદહુસેન મુન્નાભાઈ શેખને યુવાનવયમાં બોલિવૂડમાં હીરો બનવાનો ચસ્કો લાગતા સાલ 1984ની આસપાસ તે મુંબઈ પહોંચ્યો હતો. જોકે તેને નસીબે સાથ આપતા તે મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સ્ટુડિયોના માલસામાનની હેરફેર માટે ટેમ્પો ચલાવવા લાગ્યો હતો. સાલ 1985 થી 1993 દરમિયાન મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સામાનની હેરફેર કરતા એક દિવસ કોઈની સાથે તકરાર થતાં તેની સામે ગુનો નોંધાયો હતો, અને આજ દિવસથી તેણે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોલીસ ચોપડે તેનું ઉર્ફે નામ પડ્યું ‘ટેમ્પો’. ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યા બાદ ટેમ્પાએ હીરો નહીં પરંતુ વિલનની માફક ચોરી, લૂંટ, મારામારી અને પોલીસ પર ફાયરિંગ કરવાના અનેક ગુનાઓને અંજામ આપ્યા.

મુંબઈથી 1993માં અમદાવાદ આવી ‘ટેમ્પો’ વહાબ ગેંગ સાથે જોડાયા બાદ હત્યાના આરોપ સર તેને 1993 થી 1997 દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. ઉપરાંત આઈપીએસ ઓફિસર પર ફાયરિંગ કરવાના ગુનામાં ટેમ્પો 1997 થી 2004 સુધી જેલવાસ ભોગવી ચૂક્યો છે. જ્યારે 2006માં વહાબ ગેંગથી અલગ થયા બાદ મહંમદહુસેન ઉર્ફે ટેમ્પાએ પોતાની ‘મહંમદ ટેમ્પો ગેંગ’ પણ બનાવી હતી. જેલવાસ ભોગવ્યા બાદ પણ મહંમદહુસેન ઉર્ફે ટેમ્પાએ પોતાની જિંદગી પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું જે ગુજરાતી ફિલ્મનું નામ ‘માથાભારે’ રાખવામાં આવ્યું હતું. અને રિયલ લાઈફમાં વિલનનો રોલ ભજવતા ટેમ્પાએ ફિલ્મમાં પણ વિલનનો રોલ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...