• Gujarati News
  • National
  • થાંભલાનો વીજ કરંટ લાગતા 16 વર્ષના તરુણનું મોત : જન્મદિને અંતિમક્રિયા

થાંભલાનો વીજ કરંટ લાગતા 16 વર્ષના તરુણનું મોત : જન્મદિને અંતિમક્રિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમદરવાજા પાસે બાવાના ડેલામાં રહેતા 16 વર્ષના રાહુલ નરેન્દ્રભાઇ રાજપૂતનું 12 જૂનને રવિવારે તેના ઘર પાસે સફાઇ કરતા સ્ટ્રીટ લાઈટના થાંભલામાં વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. મૃત્યુની જવાબદારી માથે લેવાના મુદ્દે વીજ કંપની અને કોર્પોરેશન એક બીજાને ખો આપી રહ્યા હોવાથી પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાંથી રાહુલનો મૃતદેહ ઘરે લાવ્યા હતા. મંગળવારે સવારથી રાહુલના પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશો હાથમાં બેનર-પોસ્ટર લઇ રોડ ઉપર ઉતરતા પ્રેમ દરવાજા ચક્કાજામ થયો હતો. અંતે પોલીસની સમજાવટથી બે દિવસ બાદ મંગળવારે બપોરે રાહુલના જન્મ દિવસે મૃતદેહ ઘરે લવી દૂધેશ્વર સ્શાનગૃહમાં તેની અંતિમક્રિયા કરાઇ હતી.

ઘટનાના પગલે વીજ કરંટ કાપવા રહીશોએ વીજ કંપનીમાં ફોન કરવા છતાં કોઇ આવ્યું હતું. આખરે રાતે 2 વાગ્યે માધવપુરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. ફાયર બ્રિગેડે વીજ કંપનીમાં ફોન કરતા ટીમ આવી હતી. કંપનીની ટીમે ચેક કરતા જે થાંભલામાંથી કરંટ આવ્યો તે કોર્પોરેશનની હોવાનું કહી ત્યાં ફરિયાદ કરવા કહ્યું હતું. સોમવારે કોર્પોરેશની આવેલી ટીમ માત્ર વાયરિંગમાં ટેપ લગાવીને જતી રહી હતી.

‘લાઇટના થાંભલાનો નહીં, પંખાના કરંટથી મૃત્યુ થયું’

^લાઈટના થાંભલામાં કરંટ લાગવાથી નહીં પરંતુ તેમના ઘરના પંખાના વાયરીંગમાં કરંટ આવવાથી રાહુલનું મૃત્યુ થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. > ડી.એચ.શાહ,ડે.મ્યુ.કમિશનરલાઈટ ખાતુ

^આ સમગ્ર ઘટના અંગે અકસ્માત મોત અંગે ગુનો નોંધી રાહુલના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. જ્યારે વીજ કંપની અને કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને નિવેદન લેવાયા છે. > એલ.એ.ઝાલા,એસીપી

^અમે વીજ કંપનીમાં 50 ફોન કર્યા પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો નહીં. રાતે ફાયર બ્રિગેડે ફોન કરતા ટીમ આવી પરંતુ થાંભલો કોર્પોરેશનનો હોવાનું કહી જતા રહ્યા. > નરેશરાઠોડ, મૃતકરાહુલનો પિતરાઇભાઇ

પ્રેમ દરવાજા પાસે રહેતા રાહુલનું રવિવારે કરંટથી મોત થયું હતું. વીજ કંપની અને કોર્પોરેશનની કાર્યવાહી પછી પણ થાંભલામાંથી વીજ પસાર થતો હતો.

કાર્યવાહી પછી પણ વીજ પસાર થઇ રહ્યો છે

પ્રેમ દરવાજા પાસે રહેતા રાહુલનો મૃતદેહની બે દિવસ બાદ અંતિમવિધિ થઇ

અન્ય સમાચારો પણ છે...