• Gujarati News
  • National
  • HCના આદેશથી કલાકમાં ડીજીપી કોર્ટમાં હાજર થયાં

HCના આદેશથી કલાકમાં ડીજીપી કોર્ટમાં હાજર થયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: દ્વારકાનામીઠાપુર પોલીસ મથકમાં એક વ્યક્તિને સામાન્ય કેસમાં ગેરકાયદે રીતે ગોંધી રાખી માર મારવા અંગે થયેલી હાઇકોર્ટમાં ફરિયાદ મામલે એફિડેવીટ નહી થતાં જસ્ટિસ એસ.આર.બ્રહ્મમભટ્ટ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે પોલીસ વડા પી.પી. પાંડેને આજે કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો હતો.

મામલે અગાઉ હાઇકોર્ટે તમામ પક્ષકારોને એફિડેવીટ રજુ કરવા આદેશ આપ્યો હતો. તેમજ જો એફિડેવીટ કરે તો કોર્ટમાં રૂબરૂ હાજર રહેલા આદેશ આપ્યો હતો. પોલીસવડા પાંડેએ દ્વારકા એસ.પી.ને તેમના તરફથી કોર્ટમાં હાજર રહેવા સુચના આપી હતી. જોકે હાઇકોર્ટે મામલે ભારે નારાજગી દર્શાવી પાંડેને રીસેસ બાદ રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો હતો.



અન્ય સમાચારો પણ છે...